Abtak Media Google News

રાજકોટ જી.એસ.ટી.ના ડિવીઝન ૧૦ અને ૧૧, હેઠળનાં

છેલ્લા બે માસથી ડિવીઝન ૧૦માં જી.એસ.ટી. રિફંડની ૬૪, વેટ રિફંડથી ૩૪ અરજીઓ પેન્ડીંગ; જયારે ડિવીઝન-૧૧માં જી.એસ.ટી. રિફંડની ૫૩ અરજીઓ પેન્ડિંગ: પૂર્તતા થયે બાકી ચૂકવણા પણ તંત્ર તુરંત જ કરી આપવા તૈયાર

છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટ જી.એસ.ટી. વિભાગનાં ડીવીઝન ૧૦ અને ૧૧, દ્વારા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગ, અને કચ્છ, જૂનાગઢ-પોરબંદર, જામનગર જિલ્લાનાં ૧૧ હજારથી વધુ વેપારીઓ અને, ઉદ્યોગકારોને વેટ અને જીએસટીનાં રીફન્ડ પેટે રૂ. ૩૩૨ કરોડથી વધુનાં ચૂકવણાતો થયા પરંતુ હજુ પણ ઉપરોકત જિલ્લાના ધણા વેપારીઓ અને ઉદ્યોગકારોને છેલ્લા બેમાસથી વેટ અને જીએસટીનાં રીફાન્ડના ચૂકવણા વિવિધ કારણો સરબાકી છે આથી આવા વેપારીઓ અને ઉદ્યોગકારોને વ્હેલીતકે તેના બાકી રીફન્ડના ચૂકવણા કરી દેવાય તેવી માંગ ઉઠી છે.

આ અંગેની રાજકોટ જી.એસ.ટી. વિભાગના ડિવીઝન ૧૦ અને ૧૧,નાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ડીવીઝન ૧૦ અને ૧૧નાં મળી હજુ ૧૫૧ જેટલા વેપારીઓ અને ઉદ્યોગકારોની વેટ અને જી.એસ.ટી. નાં રીફાન્ડની અરજીઓ છેલ્લા બે માસથી પેન્ડીંગ છે. અને આ બંને રીફાન્ડ પેટે રૂ.૨૦ કરોડ જેટલી રકમનાં ચૂકવણા હજુ બાકી છે.

આ અંગેની રાજકોટ જી.એસ.ટી.નાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતોમુજબ ડીવીઝન ૧૦ કે, જેમાં રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.આ ડીવીઝન ૧૦માં છેલ્લા ૬૦ દિવસથી જી.એસ.ટી. રીફાન્ડની ૬૪ અરજીઓ પેન્ડીંગ છે. અને જીએસટી રીફાન્ડનાં રૂ.૩,૭૯ કરોડનાં ચુકવણા બાકી છે. જયારે ડીવીઝન ૧૦માં જ છેલ્લા બે માસથી વેટનાં વર્ષ ૨૦૧૪-૧૫ના આકારણીનાં કેસોનાં ૩૪ કેસો પેન્ડીંગ છે. અને વેટનાં રીફન્ડ પેટે રૂ.૧,૦૭ કરોડનાં ચૂકવણા બાકી છે.

આ ઉપરાંત ડીવીઝન ૧૧ કે જેની હેઠળ જામનગર-કચ્છ અને જૂનાગઢ તથા પોરબંદર જિલ્લો આવે છે. આ જિલ્લાનાં વેપારીઓ અને ઉદ્યોગકારોની જીએસટી રીફન્ડની ૫૩ અરજીઓ છેલ્લા બે માસથી પેન્ડીંગ છે. અને જીએસટી રીફાન્ડ પેટે રૂ.૧૫ કરોડના ચૂકવણા બાકી છે. આ ઉપરાંત ડિવીઝન ૧૧માં વેટનાં રીફન્ડ ચૂકવણાની એકપણ અરજી બાકી નથી.

એકંદરે રાજકોટ જી.એસ.ટી. ડીવીઝન ૧૦, અને ૧૧ હેઠળના સાત જેટલા જિલ્લાઓનાં ૧૫૧ જેટલા વેપારીઓ છેલ્લા બે માસથી વેટ અને જીએસટી રીફન્ડના રૂ.૨૦ કરોડના બાકી ચૂકવણાની રાહ જોઈ રહ્યા છે.જીએસટીના અધિકારી સુત્રો જણાવે છે કે આ રીફન્ડના ચૂકવણા માટેની હાલ વહીવટી પ્રક્રિયા ચાલુ જ છે. અને ટુંકમાં જ પૂર્તતા થયે આ બાકી ચૂકવણા પણ કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.