Abtak Media Google News

૧લી ડિસેમ્બરી અછતગ્રસ્ત પ૬ તાલુકા સહિત ઓછો વરસાદ ધરાવતા અને ખાસ પેકેજ જાહેર યેલા ૪પ મળી ૯૬ તાલુકામાં સહાય અપાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્તિી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે.

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસને મળેલી આ કેબિનેટ બેઠકના કરાયેલા આયોજન-નિર્ણયોની વિગતો મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આપી હતી.

કૌશિકભાઇએ જણાવ્યું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

મહેસૂલ મંત્રીએ રાજ્ય સરકારના અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે.

કૌશિકભાઇએ કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલા છે. તાજેતરમાં ઓછા વરસાદ ધરાવતા અને પાક નિષ્ફળ જવાની રજુઆતોને પગલે ૪પ તાલુકાઓ માટે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ છે. હવે, ૧ ડિસેમ્બરી આ સમગ્ર ૯૬ તાલુકાઓમાં સહાયની શરૂઆત કરાશે.

તેમણે ઉમેર્યુ કે, અછતના સમયમાં ૧૦૦ દિવસની રોજગારી નરેગા યોજના અન્વયે અપાય છે પરંતુ આ વર્ષે અછતની આ વિશેષ સ્તિીને ધ્યાને લઇને ૧પ૦ દિવસ રોજગારી અપાશે. એટલું જ નહિ, તાલુકાઓમાં જેટલા પ્રમાણમાં રોજગારીની માંગ થાય તેને પણ પહોચી વળવા અન્ય કામોમાંથી પણ ઉપલબ્ધતા આયોજન કરાશે.

મહેસૂલ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આવનારા દિવસોમાં પીવાનું, સિંચાઇ માટેનું અને પશુધનને પાણી પૂરતું મળી રહે તેવું સઘન આયોજન રાજ્ય સરકાર કરશે. મોટર મૂકીને કે અન્ય રીતે પાણીના ગેરકાયદે વપરાશ કરનારાઓ સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી સરકાર સ્તરેી કરવા પણ મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.