૧૫ ટેક બીલીયનરોએ ૨૦૧૮માં “ખરબો ગુમાવ્યા

64

વોટસએપ જેની સોશ્યલ મીડીયા કંપનીઓ કમાવાની સાથે તેઓએ પણ રૂપિયા ગુમાવવા પડે છે

ર૧મી સેન્ચુરી ટેકનોલોજી આધારીત રહેશે તે વાત ખુબ સાચ્ચી છે. ત્યારે દરરોજ અવ-નવા પ્રયોગો થતા જોવા મળે છે. આજે જે ટેકનોલોજી બહાર આવી હોઇ, તે આવતીકાલે જુની થઇ જતી હોઇ છે. એટલે ટેકનોલોજીમાં સતત અપગ્રેડેશન જોવા મળતું હોઇ છે. ત્યારે વાત કરીઇ ટેકનોલોજી સાથે સંકળાયેલા ધંધાઓની તો તે વારંવાર ઉપર-નીચે થતાં હોઇ છે. આજ વ્યાપારમાં તેજ અને મંદી જેવો માહોલ પણ સર્જાતો હોઇ છે. વોટસએપ, ફેસબુક, ઇન્સટ્રાગ્રામ જેવી સોશ્યલ મીડીયાનાં માઘ્યમાં દિન-પ્રતિદિન અપગ્રેડેશન લાવે છે અને ઘણાં બધા રૂપિયા કમાતા હોઇ છે ત્યારે એ પણ વાસ્તવિકતા છે કે રૂપિયા કમાવાની સાથે રૂપિયા એટલા જ ગુમાવી દયે છે. ત્યારે ૨૦૧૮ ની વાત કરીઇ તો ૧પ ટેક વીલીયનરોએ પોતાનાં ખરબો રૂપિયા ગુમાવ્યા છે. કયાંક માર્કેટની સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે.

૧૫ ટેક બીલીયનરોની વાત કરીઇ તો ફેસબુક અલીબાબા અને ભારતની વિપરો કંપનીના માલીકોની રૂપિયા ડુબી ગયા છે. હાલ માર્કેટની સ્થિતિ સ્થિર ન હોવાના કારણે આ સમસ્યા ઉદભવિત થઇ છે.

ફેસબુકના માર્ક ઝુકરબેગની વાત કરીઇ તો તેઓની નેટ વર્થ જે ૫૩.૫ બીલીયન ડોલર છે તેમાંથી તેઓએ ૧૯.૩ બીલીયન ડોલર ગુમાવ્યા છે. જયારે અલીબાબાના જેકમાંની નેટ વર્થ ૩૮.૧ બીલીયન ડોલર છે. જેમાંથી તેઓએ ૭.૩ બીલીયન ડોલર ગુમાવ્યા છે. જયારે ભારતીય મુળની કિંમતી વિપરોના માલીક અજીમ પ્રેમજીએ પોતાની ૧.૮૨ બીલીયન ડોલર ગુમાવ્યા છે. ત્યારે અન્ય અનેક વિધ નામાંકિત કંપનીઓએ પોતાના ઘણાં રૂપિયાઓ ડુબ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ પણે માનવામાં આવે છે. કે આ તમામ કંપનીઓ જયારે અરબોમાં કમાતી હોઇ છે. ત્યારે તેમના રૂપિયા પણ તેઓએ ગુમાવી દેવા પડતા હોઇ છે. જો તેમની જીણવટ ભરી નજર માર્કે ટ્રેન્ડ પર ન હોઇ તો કારણ કે લોકોને નવું આપવા છતાં તેઓએ માર્કેટની પરિસ્થિતિનુૅ અનુમાન લગાવી આગળ વધવું પડે છે. જો તેઓ પરિસ્થિતનું મુલ્યાંકન કરવામાં પાછળ રહે તો તેઓએ ઘણું નુકશાન પણ વેઠવું પડતું હોઇ છે.

 

 

Loading...