Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં ૧૪ મિલકતો અને વેસ્ટ ઝોનમાં એક મિલકતને સીલ કરાઈ: ઈસ્ટ ઝોનમાં ૩૩ મિલકત અને સેન્ટ્રલમાં ૧૧ મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૫ મિલકતો સીલ કરી દેવામાં આવી છે જયારે ૫૪ બાકીદારોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી.

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭,૧૩,૧૪ અને ૧૭માં ૧૪ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૨૧ મિલકતને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી આજે કુલ ૧૮.૬૮ લાખની રીકવરી થવા પામી છે. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૦માં નિર્મલા રોડ પર હનુમાનમઢી પાસે સોપાન કોમ્પલેક્ષમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.૯ અને ૧૧માં રીકવરી દરમિયાન ૯.૪ લાખની વસુલાત થવા પામી છે. ઈસ્ટ ઝોનકચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત લાતી ચોક, મોરબી રોડ, આરટીઓ પાસે, માંડા ડુંગર, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ, શિવમ ઈન્ડસ્ટ્રીઝ, ન્યુ ભારત ઈન્ડસ્ટ્રીઝ, દેવપરા, જંગલેશ્વર મેઈન રોડ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, પરસાણા અને ઘનશ્યામનગરમાં ૩૩ મિલકતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે અને રૂ.૧૩.૫૦ લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.