સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વધુ ૧૫ કોરોના સંક્રમિત

રાજકોટમાં મુંબઇથી આવેલી સગર્ભા કોરોના પોઝિટિવ : જિલ્લામાં કુલ ૧૨૦ કોરોનાગ્રસ્ત

રાજ્યમાં કોરોના વિસ્ફોટ : ૪૮૬ કોરોના પોઝિટિવ, ૩૦ના મોત

સૌરાષ્ટ્રમાં મહાનગરો માંથી પરત આવતા લોકોની સામે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહે છે. રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ચાર જિલ્લામાં ૧૫થી વધુ કોરોના સંક્રમિત નોંધાયા છે. રાજકોટ મુંબઇથી પડધરી આવેલા દંપતિમાંથી સગર્ભાને કોરોના પોઝિટિવ આવતા અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ વધુ ૪૮૬ પોઝિટિવ કેસ અને ૩૦ લોકોના કોરોનાએ ભોગ લીધા છે.

સૌરાષ્ટ્રમાં મહાનગરોમાંથી પરત આવતા બહોળી સંખ્યામાં લોકોની સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ સતત વધતી રહી છે. આજ રોજ પડધરીમાં મોવિયા સર્કલ પાસે ગત તા. ૨૫મી મેં ના રોજ મુંબઇથી આવેલા દંપતીને ક્વોરેઇન્ટઇન કરી સેમ્પલ મોકલવામાં આવતા આજ સગર્ભા પત્નીને કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટ આવ્યો છે. પડધરીના સંગીતાબેન સુજીતભાઈ વિશ્વકર્મા નામની ૩૦ વર્ષની સગર્ભા કોરોના પોઝિટીવ આવતા તેને આઇસોલેટ કરવામાં આવી છે.

જ્યારે ગઈ કાલે રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ સેવા બજાવા ગયેલા ડો. સ્વાતિ મધુસુદન નામના તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે અમદાવાદના વિરમગામી રાજકોટ પોતાની પુત્રીના ઘરે આવેલા ૫૮ વર્ષના પ્રૌઢને તબિયત લડતા તેમને દાખલ કરી સેમ્પલ મેળવતા તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધી ૮૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૫ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૨૦ કોરોનાગ્રસ્તની સંખ્યા નોંધાઈ છે. રાજકોટમાં માત્ર અંકુર સોસાયટીને ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવી છે. જ્યારે જંગલેશ્વરને કન્ટેનનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વિસ્ફોટ થયો હોય તેમ વધુ ૪૮૫ પોઝિટિવ કેસ અને વધુ ૩૦ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તની સંખ્યા ૧૮,૧૨૦ સુધી પહોંચી છે. જ્યારે ગઈ કાલે કોરોના વાયરસ વધુ ૩૦ લોકોને ભરખી જતા મૃત્યુઆંક ૧૧૨૨ પર પહોંચ્યો છે.

રાજ્યના એપિસેન્ટર તરીકે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતી રહી છે. અમદાવાદમાં ગઈ કાલે વધુ ૨૯૦ પોઝિટિવ કેસ અને ૨૨ લોકોના મોત નિપજતા અમદાવાદનો મૃત્યુઆંક ૯૦૦ સુધી પહોંચ્યો છે. જ્યારે સુરત, વડોદરા અને ગાંધીનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે.

પોરબંદરમાં ગઈ કાલે ૮ નેવી જવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અન્ય પેન્ડિંગ રિઝલ્ટમાં વધુ નેવીના ૮ જવાનોને કોરોના સંક્રમણ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.લાંબા સમય સુધી ગ્રીનઝોન માં રહેલા પોરબંદર જિલ્લામાં સ્થાનિક સંક્રમણતો નિયંત્રણમાં રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા નેવીના જવાનો સહિત અન્ય લોકોના પ્રવેશી કોરોના પોઝિટિવ કેસ પણ વધ્યા છે.

બે દિવસ પહેલા નેવીના ૮ જવાનો કોરોના સંક્રમણમાં આવ્યા હતા જ્યારે ગઈ કાલે વધુ ૮ નેવીના જવાનો કોરોનાની ઝપટે ચડી ગયા હતા.

Loading...