Abtak Media Google News

રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે કોરોના રેલ યોદ્ધાને અભિનંદન પાઠવ્યા

કોરોના મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન અનેક પડકારોને રાજકોટ મંડળના વાણિજ્ય વિભાગના ૧૫ કર્મચારીઓનું રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે ‘કોરોના રેલ  યોદ્ધા’  એવોર્ડ આપી સન્માનીત કર્યું છે. રાજકોટ મંડળના કર્મચારીઓ લોકડાઉન દરમિયાન કોરોના સામેની લડાઈમાં વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બન્યા હતા. જેમ કે, શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સફળ સંચાલન, પાર્સલ સ્પેશિયલ ટ્રેનોમાં આવશ્યક વસ્તુઓની આપ-લે, જ‚રતમંદો માટે ભોજનની વ્યવસ્થા, ફૂડ પેકેટનું વિતરણ સહિતના કાર્યોમાં રેલ કર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોરોના વાયરસમાં લોકોની મદદ કરવા માટે પોતાના જીવની પરવાહ કર્યા વગર ઈમાન્દારીથી સેવા પ્રવૃતિઓ કરી હતી. જે બદલ મંડળના રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે ૧૫ કર્મચારીઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. આ તકે રાજકોટ મંડળના ગોવિંદ પ્રસાદ સૈની, વરિષ્ઠ મંડળ વાણીજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, સહાયક વાણીજય પ્રબંધક રાકેશકુમાર પુરોહિત અને અસલમ શેખ ઉપસ્થિત રહ્યાં હતા. વાણિજ્ય વિભાગના કર્મચારીઓ જેનું કોરોના રેલ યોદ્ધા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે તેમાં સી.એસ.ઝાલા, પાલવ જોશી, વિશાલ ભટ્ટ, વિકાસ અધ્યા‚, ભારત સિંધલ, કે.સી.ગુરઝાર, કિર્તી બંભાણીયા, એસ.પી.ભુવા, જે.કે.ઝાલા, આર.કે.જાની, બાલાસુબ્રમણ્યમ એસ., ડી.એન.ઝાલા, નિરંજન પંડ્યા, વી.એસ.મા‚તથાડી.એન. ત્રિવેદીનો સમાવેશ થાય છે. રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે તમામ કર્મચારીઓને વિપરીત પરિસ્થિતિમાં કર્તવ્યનિષ્ઠા બજાવવા બદલ અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.