Abtak Media Google News

જામનગરની ભાગોળે આવેલા હાપા નજીકના મોટરના એક શો-રૃમ પાછળના ઓઈલના એક કારખાનામાંથી આરઆર સેલે આજે શરાબની ૧૪૧૧૨ બોટલ પકડી પાડી છે. હરિયાણાથી રવાના થયેલો આ જથ્થો સહીસલામત રીતે હાપા સુધી પહોંચી ગયા પછી જ્યાં તેનું કટીંગ શરૃ કરાયું ત્યારે જ આરઆર સેલ ત્રાટક્તા આ જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. કુલ રૃા.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી આરઆર સેલે ટ્રકના બે ડ્રાઈવર સહિત આઠ શખ્સોની અટકાયત કરી છે. જ્યારે જામનગરના જે બે શખ્સોએ માલ મંગાવ્યો હતો તે અને માલ મોકલનાર શખ્સ સહિત ચારની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

જામનગર નજીકના હાપામાં આવેલા મારૃતિ કંપનીના શો-રૃમ પાછળના પરિશ્રમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો લાવવામાં આવ્યો છે અને તે જથ્થો કટીંગ કરી જુદા જુદા સ્થળે રવાના કરવામાં આવનાર છે તેવી બાતમી મળતા આજે વહેલી સવારે રાજકોટ રેન્જના આઈજી સંદીપ સિંઘની ટીમ-આરઆર સેલનો સ્ટાફ પીએસઆઈ એમ.પી. વાળાના વડપણ હેઠળ હાપા તથા આજુબાજુના વિસ્તારોમાં ગોઠવાઈ ગયો હતો તે દરમ્યાન કટીંગ શરૃ થયું હોવાની પાકી વિગત મળી જતાં આરઆર સેલના સ્ટાફે આ કારખાનાને ઘેરો ખાલી અંદર ચકાસણી કરતા તેના એક ખૂણામાં થપ્પો મારીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ ભરેલી ૧૧૭૬ પેટી મળી આવી હતી.

એક પેટીમાં ૧૨ બોટલ લેખે ૧૧૭૬ પેટીમાંથી ૧૪૧૧૨ બોટલ શરાબ સાંપડતા તે કારખાનામાં કાર્યવાહીનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો અને શરાબનો આવડો મોટો જથ્થો ઝડપાયો હોવાની વિગતો રેન્જ આઈજી તેમજ જામનગર જિલ્લા પોલીસવડાને આપવામાં આવી હતી. જ્યારે શરાબનો આ જથ્થો જે વાહનમાં ત્યાં લાવવામાં આવ્યો તે ૩૭૪ નંબરનું આઈશર (મેટાડોર) તેમજ કટીંગ માટે ત્યાં રાખવામાં આવેલી જીજે-૧૦-ટીટી ૬૬૭૦ નંબરની બોલેરો જીપ, આઈશરને પાયલોટીંગ કરી લાવનાર જીજે-૧૦-બીજી ૭૦૪૯ નંબરની સ્વીફટ, શરાબ ભરેલા આઈશર સાથે પાયલોટીંગમાં આવેલી ડીએલ-૬-સીએમ ૧૪૫૮ નંબરની સ્કોડા અને જીજે-૧૦-સીકે ૬૯૬૯ નંબરનું એનફિલ્ડ મોટરસાયકલ અને જીજે-૧૦-સીજે ૧૭ નંબરનું એક્સેસ સ્કૂટર સ્થળ પરથી કબજે કરી લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.