Abtak Media Google News

સગાઇ અને લગ્ન સમયે સંબંધને વધુ ગાઢ બનાવવા વર-વધુ એક બીજાને વીંટી પહેરાવે છે અને એટલે જ આ વીંટી જીવનપર્યત સાચવવાની અને હંમેશા સાથે રાખવાની એકબીજાની ફરજ બને છે ત્યારે આ વીંટી માત્ર સંબંધોનું પ્રતિક નથી રહેતી પરંતુ એક બીજા સાથેનાં જે લાગણી, પ્રેમ, હુંફના સંબંધો હોય છે તેનું પણ એક સંભારણું બની રહે છે. આજે આપણે એક એવી સ્ત્રી વિશે વાત કરીશું જેણે ૧૩ વર્ષ પહેલાં પોતાની સગાઇની રીંગ ખોઇ નાખી હતી  અને ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ ઘર પાસે ઉગાડેલાં ગાજર દ્વારા એ રીંગ પાછી મળી હતી. ખરેખર બન્યુ એવું હતુ કે કેનેડાની મેરી ગેમ્સ ગાર્ડનમાં જમીન ખોદવાનું કામ કરી રહી હતી. ત્યારે તેના પતિએ સગાઇ સમયે પહેરાવેલી વીંટી ત્યાં ક્યાંક ખોવાઇ ગઇ હતી. અને આ વાતથી ડરી તેણે પોતાના પતિને પણ જાણ નહોતી કરી તેમજ તેવી જ આબેહુબ ખોટી રીંગ લઇ રાખી હતી. પરંતુ ૨૦૦૪ની આ ઘટનાં બાદના ૧૩ વર્ષ બાદ મેરીને ગાર્ડનમાંથી ઉગેલાં ગાજરે એ ખોવાયેલી પાછી આપતા તેનાં હરખની સાથે સાથે અફસોસનો પાર રહ્યો નહોતો…. કહેવાય છે ને કે જેને પુરી લાગણીથી પ્રેમ કર્યો હોય તેને મેળવવામાં પુરી દુનિયા મદદરુપ થાય છે તેમ મેરી જ્યારે તેની પુર વધુ સાથે ગાર્ડનમાં હતી ત્યારે એક ગાજરમાં તે રીંગ ફસાયેલી મળી આવી હતી. પરંતુ એ વાતનો  અફસોસ હતો કે આ ખશુખબર સાંભળવા તેનાં પતિ તેની સાથે નહોતા અને જ્યારે આ પ્રેમનાં પ્રતિકને તે ગુમાવી બેઠી હતી ત્યારે પણ ડરનાં કારણે તેણે પતિને વીંટી ખોવાયાની જાણ નહોતી કરી.

પરંતુ એક ઉમ્મીદ પર દુનિયા કાયમ છે તે વાતને આ ઘટનાએ સાબિત કરી છે જેનાં ૧૩ વર્ષ પહેલાં ખોવાયેલી વીંટીને ગોતવા મેરીએ કરેલી અથાગ કોશિશને એક ગાજર દ્વારા કામીયાબી મળી હતી. અને એ પણ ત્યારે જ્યારે પોતે પણ વીંટી પાછી મેળવવાની ઉમ્મીદ ખોઇ બેઠી હતી. ત્યારે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.