Abtak Media Google News

માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના સૌથી મોટા મતદાર એવા ઉપલેટાના ૧૨૬ વર્ષના અજીબેન ચંદ્રાવાડીયાએ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે વિજય ભવ:ના આર્શિવાદ આપ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફોર્મ ભરે તે પૂર્વે બહુમાળી ભવન ચોક ખાતે એક જાહેરસભા યોજાઈ હતી જયાં ૧૨૬ વર્ષના મતદાર એવા અજીબેન ચંદ્રાવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઉમરના કારણે અતિશય શારીરિક અક્ષમતા છતા તેઓ વિકાસ પુરુષ વિજયભાઈને આશિર્વાદ આપવા માટે રૂબરૂ રાજકોટ પધાર્યા હતા અને તેઓએ મુખ્યમંત્રીના માથા પર હાથ મુકી જીત માટે આશિર્વાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.