Abtak Media Google News

૧ મહિનાની અંદર ડિમ્ડ યુનિવર્સિટીઓ કાયદેસર રજીસ્ટ્રેશન નહીં કરાવે તો સરકાર પગલા લેશે

ઉચ્ચતર શિક્ષણ અપાવતી ૧૨૩ ડિમ્ડ યુનિવર્સિટી પરવાનગી મેળવવાની સુચના અપાઈ છે. આ ઉપરાંત તેઓ સંસ્થાના નામમાં યુનિવર્સિટીનો હોદો સંભાળી શકશે નહીં. નવેમ્બર ૧૦ના સરકયુલર મુજબ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ડિમ્ડ યુનિવર્સિટી આજથી ૧ મહિના સુધીમાં કાયદેસર પરવાનગી મેળવે નહીંતર તેના પર સરકાર દ્વારા પગલા લેવામાં આવશે.

નોટીસ મોકલાયેલી સંસ્થાઓની યાદીમાં દિલ્હીની ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ફોરેન ટ્રેડ, ઈન્સ્ટીટયુટ ઓફ લિવર એન્ડ બાઈબેરી અને જામિયા હમદર્દ સહિત રાજયોમાંથી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટયુટ, કર્નલ, ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, દેહરાદુનની બીઆઈટી મિશ્રા, ક્રાઈસ્ટ યુનિવર્સિટી બેંગલોરની નરસી મોંજી, મુબઈની સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય સહિતની અનેક સંસ્થાઓ જોડાયેલી છે.

આ આદેશ માત્ર પોતાની સંસ્થાઓમાં ‘યુનિવર્સિટી’ શબ્દ વાપરતી સંસ્થાઓ માટે છે. જયારે ઈન્ડિયન વેટેરીનરી રિસર્ચ ઈન્સ્ટીટયુટના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ આદેશની અસર અમારી સંસ્થા પર પડશે નહીં કારણકે તેઓ નામમાં તેમજ વેરીફિકેશનમાં ‘યુનિવર્સિટી’ શબ્દ વાપરતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.