Abtak Media Google News

પોરબંદરમાં ૮, લાલપુરમાં ૨ અને દુધઈ-કચ્છમાં ભૂકંપનો એક-એક આંચકો નોંધાયો: ૧.૨ થી ૨.૯ સુધીની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ફફડાટ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આ વર્ષે મેઘરાજાએ તો સટાસટી બોલાવી જ છે સાથો સાથ બીજીબાજુ કુદરતી આફત સમાન ભુકંપના આંચકાનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધતું જાય છે. વાત કરીએ સૌરાષ્ટ્ર-કચ્છની તો છેલ્લા ૭ કલાકમાં ભુકંપના ૧૨ આંચકા અનુભવાયા હતા જેમાં પોરબંદરમાં ૮, લાલપુરમાં ૨ અને દુધઈ-કચ્છમાં ભુકંપનો એક-એક આંચકો નોંધાયો હતો અને ૧.૨ થી ૨.૯ સુધીની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે મોડીરાત્રે ૧૦:૪૩ વાગ્યે કચ્છના ભચાઉથી ૨૧ કિલોમીટર દુર ૧.૨ની તિવ્રતાનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે ત્યારબાદ ૧૧:૩૩ કલાકે પોરબંદરથી ૩૪ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યારબાદ આજે ૧૨:૧૯ વાગ્યે પોરબંદરથી ૩૪ કિલોમીટર દુર ૨.૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે, ત્યારબાદ તુરંત જ ૧૨:૩૪ વાગ્યે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર ૨.૬ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યારબાદ ૧:૨૬ કલાકે પોરબંદરથી ૨૯ કિલોમીટર દુર ૨.૪ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યારબાદ ૨:૦૭ વાગ્યે પોરબંદરથી ૩૫ કિલોમીટર દુર ૨ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે તેની પાંચ મિનિટ બાદ એટલે કે ૨:૧૨ કલાકે લાલપુરથી ૪૨ કિલોમીટર દુર ૧.૯ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે તેની એક મિનિટ બાદ ૨:૧૩ કલાકે પોરબંદરથી ૪૦ કિલોમીટર દુર ૧.૬ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યારબાદ ૨:૨૬ કલાકે કચ્છના દુધઈથી ૧૦ કિલોમીટર દુર ૨ની તીવ્રતાનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે ત્યારબાદ ૨:૫૪ કલાકે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર ૨.૯ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ત્યારબાદ ૨:૫૯ કલાકે લાલપુરથી ૩૬ કિલોમીટર દુર ૨.૧ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે અને આજે વહેલી સવારે ૬:૨૧ વાગ્યે પોરબંદરથી ૩૮ કિલોમીટર દુર ૨.૪ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો.  વધુમાં સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોરબંદર અને લાલપુર સહિત સૌરાષ્ટ્રનાં ઘણાખરા વિસ્તારોમાં છેલ્લા બે માસથી ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે જોકે હાલમાં રીસર્ચ ચાલુ છે અને આવતા દિવસોમાં ખબર પડશે કે કોઈ નવી ફોલ્ટ લાઈન સર્જાઈ છે કે કેમ ? જોકે આંચકા સામાન્ય છે લોકોને ડરવાની જરૂર નથી. પરંતુ છેલ્લા ૭ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના ૧૨ આંચકા આવ્યા છે જેથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જોકે હાલમાં તો આ ભુકંપના આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.