સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ૧૧મીએ વર્ચ્યુઅલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી, પી.કે.લહેરી સહીતના ઓનલાઇન જોડાશે

ટ્રસ્ટના નવા ચેરમેનમાં લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયોટીયાના નામ ચર્ચામાં

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના ચેરમેનની વરણી માટે આગામી તા.૧૧ના રોજ વર્ચ્યુઅલી બેઠક યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી,પી. કે..લહેરી સહીતના ઓનલાઇન જોડાશે. નવા ચેરમેન તરીકે  લાલક્રુષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયોટીયાના નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઈને  મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ચેરમેન તરીકે કાર્યરત કેશુભાઈ પટેલનું નિધન થતા ચેરમેનની જગ્યા ખાલી થઈ છે. હવે નવા ચેરમેનની નિમણુંક માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે સંદર્ભે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક ૧૧જાન્યુઆરીએ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલના નિધનથી ખાલી થયેલા ચેરમેન પદ માટે નવી નિયુકિત થશે. આ બેઠકમાં કેશુભાઈ પટેલને સોમનાથ ટ્રસ્ટ દ્વારા  શ્રધ્ધાંજલી અર્પીત કરવામાં આવશે. બાદમાં નવી નિયુકિત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ૧૧જાન્યુઆરીની આ બેઠકમાં ટ્રસ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, સચિવ પી કે લહેરી સહીતના ઓનલાઇન જોડાશે. હાલ મળતી માહિતી પ્રમાણે સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનમા લાલક્રુષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયોટીયાના નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...