Abtak Media Google News

સોમવારે સવારે એસ્ટેટ કમીટી અને બપોરબાદ ફાયનાન્સ કમીટી અને બુધવારે સવારે ૧૧ વાગ્યે સિન્ડીકેટની બેઠક મળશે: ત્રણેય બેઠકો વિડિયો કોન્ફરન્સ મારફત યોજાશે

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે મોટાભાગની કામગીરી લોકડાઉનના સમયગાળામાં બંધ છે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સોમવારે એટલે કે ૧૧મી મે ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે એસ્ટેટની બેઠક અને ૪ વાગ્યે ફાયનાન્સ કમીટીની બેઠક યોજાશે અને ૧૩ મે એટલે બુધવારે સિન્ડીકેટની બેઠક યોજાનાર છે. આ ત્રણેય બેઠકો વિડીયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમવારે સવારે એસ્ટેટ કમીટીની અને બપોરબાદ ફાયનાન્સ કમીટીની બેઠક યોજાશે અને બુધવારે સવારે ૧૧ વાગ્યે સિન્ડીકેટની બેઠક યોજવામાં આવશે. ત્રણેય બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવશે. ફાયનાન્સ કમીટીની બેઠકમાં ઈન્ડોર સ્ટેડિયમમાં આવેલ જુડો કુસ્તી માટે ૯૮ નંગ નેટ મંગાવવાનો ખર્ચ રૂ.૪૨૦૦ મંજૂર અર્થે આવશે.

આ ઉપરાંત ઈન્ટર યુનિવર્સિટીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે ૪૧૦ નંગ ડ્રેસ અને ટી-શર્ટના રૂપિયા મંજૂર કરાશે. ૫૫૦ ટ્રેક સુટ માટે ૮.૨૫ લાખનો ખર્ચ બહાલી અર્થે મુકવામાં આવશે. આ ઉપરાંત અન્ય બીજા ખર્ચા પણ ફાયનાન્સ કમીટીની બેઠકમાં મંજૂરી અર્થે આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળામાં નિયમોના પાલન મુજબ આ ત્રણેય બેઠકો વીડિયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.