પીજીવિસિએલ ના ૧૧૩૦૦ કર્મચારીઓએ સીએલ મૂકી, વાંચો શું છે કારણ

૨૧મીએ માસ સીએલના કાર્યક્રમની તડામાર તૈયારીઓ, શનિવારે દેખાવનો કાર્યક્રમ

પડતર પ્રશ્નોને લઈને વીજ કર્મચારીઓ અને ઇજનેરોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. જેમાં આગામી તા.૨૧ના રોજ માસસીએલનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત આગામી ૧૬મીએ દેખાવનો કાર્યક્રમ પણ યોજાનાર છે. માસ સીએલના કાર્યક્રમ માટે પીજીવીસીએલના ૧૧૩૦૧ કર્મચારીઓએ સીએલ મૂકી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

વીજતંત્રના કર્મચારીઓ-ઈજનેરોના યુનિયનો દ્વારા ૧-૧-૨૦૧૬થી એરીયર્સનો પ્રશ્ન લટકતો રહ્યો હોય, અધુરામાં પુરૂ ખાનગીકરણ પણ થનાર હોય તે સંદર્ભે લડતનું એલાન આપ્યું છે.  તે સંદર્ભે ૨૧મીએ રાજ્યના ૫૫ હજાર વીજ કર્મચારીઓ-ઈજનેરોએ ૧ દિવસની હડતાલ ઉપર ઉતરવાના છે. અને ૨૨મીથી બેમુદતી હડતાલ અંગે ૧૭મીએ હડતાલ કમીટીની મળનારી ખાસ મીટીંગમાં નિર્ણય લેવાશે.

રાજ્યભરમાં ૪૦ હજાર વીજ કર્મચારી-ઈજનેરોએ ૨૧મીથી એક દિવસની માસ સીએલ મુકી દેતા ખળભળાટ મચી ગયો છે. પીજીવીસીએલના ૧૧૩૦૧ કર્મચારીઓએ પણ અત્યારથી જ સીએલ મૂકી દીધી છે. જેમાં કોર્પોરેટ ઓફિસના ૧૯૫, રાજકોટ સીટીના ૧૦૨૫, મોરબીના ૫૬૮, ભુજ સર્કલના ૬૫૦, ભાવનગર ૧૨૭૬, જામનગર સર્કલના ૧૨૩૩, સુરેન્દ્રનગર સર્કલના ૮૫૭, પોરબંદર સર્કલના ૯૨૪, બોટાદ સર્કલના  ૪૩૧ અમરેલી સર્કલના ૧૧૫૮ અને જૂનાગઢ સર્કલના  ૯૭૨. રાજકોટ ગ્રામ્યના ૮૮૪ અને અંજાર સર્કલના ૪૫૦ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યભરમાં જીયુવીએનએલના ૨૦૨, પીજીવીસીએલના ૧૧૩૦૧, એમજીવીસીએલના ૫૧૭૭, જેટકોના ૯૨૦૫, જીઇએસઇસીના ૪૪૯૮, યુજીવીસીએલના ૬૨૯૩, ડીજીવીસીએલના પ૦૭૩ મળી કુલ ૪૧૯૫૯ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના છે. હજુ પણ આ આંકડો વધવાનો છે તેમ ઉર્જા સંકલન સમિતિના મીડિયા ક્ધવીનર તેમજ એજીવીકેએસના એડી. સેક્રેટરી જનરલ મહેશ દેસાણીની યાદીમાં જણાવાયું છે.

Loading...