Abtak Media Google News

દેશી દારૂ સહિત સાધનો મળી કુલ રૂ ૩૭,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરતી રાજકોટ આર.આર.સેલ

સુરેન્દ્રનગર ભવાનીગઢના ભરતભાઇ તથા નવલભાઇ કોળી રાયસંગપર ગામની સીમમાં મોટાપાયે દેશીદારુ બનાવી તેનું વેચાણ કરે છે જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ પહોંચી રેઇડ કરતા હકીકત વાળી સીમમાંથી તૈયાર દેશીદારુ લી. ૧૧૦૦ કિ. રૂ ૨૨ હજાર તથા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૭૫૦૦ કિ. રૂ ૧૫ હજાર તથા દેશી દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ ૩૭૫૦૦/-  નો મુદામાલ કબ્જે કરી રેઇડ દરમ્યાન નાશીજનાર આરોપીઓ ભરતભાઇ ભુપતભાઇ દેકાવાડીયા, નવલભાઇ રણછોડભાઇ કોળી રે. બન્ને ભવાનીગઢ  મુળી જી.સુ.નગર વાળાઓ વિરુઘ્ધ મુળી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.