Abtak Media Google News

પ્રદુષણ અટકાવવા કિડાણા અને ભારાપરના રહીશો કંપનીમાં ઘુસી પાવર પ્લાનનો કંટ્રોલ રૂબંધ કરવાનો પ્રયાસ કરતા પોલીસનો લાઠ્ઠીચાર્જ

રોષે ભરાયેલા ટોળાએ કંટ્રોલરૂમમાં તોડફોડ કરી બંધ કરવાનો કર્યો પ્રયાસ: ૨૦૦ ડીગ્રી ઉષ્ણતાપમાન સાથે બ્લાસ્ટ થતો પોલીસે અટકાવ્યો

પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા ભારાપર ખાતેની સાલ સ્ટીલ કંપનીના પ્રદુષણના કારણે ભારાપર અને કિડાણાના રહીશોએ કંપની બંધ કરાવવા અને પ્રદુષણ અટકાવવાના મુદે ઉગ્ર રજૂઆત માટે કંપની ખાતે ઘસી જઇ કંપનીના મેનેજર સહિતના સ્ટાફને બાનમાં લઇ ગોંધી રાખી ભારે પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા પોલીસ ઘસી જતા પોલીસ અને રોષે ભરાયેલું ટોળુ આમને સામને આવી ગયું હતું. પથ્થરમારામાં બે પી.એસ.આઇ. સહિત ૧૧ ઘવાયા હતા. પોલીસે લાઠ્ઠીચાર્જ કરી ટોળાને વિખેર્યુ હતું. ૨૦૦ ડીગ્રી ઉષ્ણતામાન ધરાતો પ્લાન્ટ એકાએક બંધ કરવામાં આવે તો મોટો બ્લાસ્ટ થયા તેમ હોવાથી ટોળુ પ્લાન્ટ બંધ કરવા પ્રયાસ કરતું હોવાથી પોલીસે મહામહેનતે ટોળાને અટકાવી મોટી દુર્ધટના થતી અટકાવી હતી.

ભારાપર ખાતે આવેલી સાલ સ્ટીલ કંપનીના પ્રદુષણના કારણે કિડાણા અને ભારાપરના ગ્રામજનો અવાર નવાર રજૂઆત કરતા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાથી ગઇકાલે બંને ગામનું મોટુ ટોળુ સાલ સ્ટીલ કંપની ખાતે ઘસી ગયું હતું. અને કંપનીના જનરલ મેનેજર મનોહર રામચંદ્ર હિન્દુજાની જી.જે.૧૮બીએફ. ૫૭૪૨ ઇનોવા અટકાવી ટોળુ કંપનીમાં ઘુસી પ્લાન્ટ બંધ કરવા ઘસી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાલ સ્ટીલ કંપનીમાં કિડાણા અને ભારાપરના રહીશોએ બઘડાટી બોલાવી કંપનીના મેનેજર અને કર્મચારીઓને બાનમાં લીધાની પોલીસને જાણ થતા પૂર્વ કચ્છના તમામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી રોષે ભરાયેલા ટોળાને કાબુ કરવા અને સમજાવટ શ કરી હતી. રોષે ભરાયેલું ટોળી પ્લાન્ટ બંધ કરવા ઘસી જતું હોવાથી પોલીસે ટોળાને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પ્લાન્ટ યોગ્ય સિસ્ટમથી બંધ ન થાય તો ૨૦૦ ડીગ્રી ઉષ્ણતામાન સાથે બ્લાસ્ટ થાય તેમ હોવાથી મોટી જાનહાની અને દુર્ધટના સર્જાય તેમ હોવાથી પોલીસે લાઠ્ઠીચાર્જ કરી ટોળાને કાબુ કયો૪ હતો.

પોલીસે ટોળા પર લાઠ્ઠીચાર્જ કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થમારો કરતા અંજારના પી.એસ.આઇ. આર.જે.સિસોદીયા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેલ પારૂલબેન પટેલ સહિત છ પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. જ્યારે પોલીસે કરેલા લાઠ્ઠીચાર્જમાં છ વ્યક્તિઓ ઘવાયા હતા. પોલીસે દસ મહિલા સહિત ૨૬ની ધરપકડ કરી ફરજમાં કાવટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.