Abtak Media Google News

કોટડા ગામે મકાનમાં અને મૈયારી જાહેરમાં જુગટુ ખેલતા તથા: અડધા લાખનો મુદામાલ કબ્જે

પોરબંદર જીલ્લાના કુતિયાણા પંથકના મપારી ત્રણ રસ્તા પાસે જાહેરમાં અને કોટડા ગામે મકાનમાં જુગટુ ખેલતા ૧૧ શખ્સોની ધરપકડ કરી અડધા લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણા તાલુકાના કોટડા ગામે રહેતો ભનુ વજશી ઓડેદરા નામના શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો ભનુ વજશી ઓડેદરા, અરજણ સિદી બાપોદરા, રાજા પરબત કાળાવદરા, ગોવિંદ ભીખુ કોડીયાકાર, વિક્રમ નેભા ઓડેદરા અને દેવશી મણંદ રાતડીયા નથી ધરપકડ કરી રૂ ૩૧૪૦૦/- નો મુદામાલ કબજે કરી હતી.

જયારે કુતિયાણા નજીક આવેલા મપારી ત્રણ રસ્તા પાસે જાહેરમાં જુગાર રમતા વિજય વિસા ટીંબા, રાણા કોધા ટીંબા, લીલા રાજા ટીંબા, નેભા પૂજા જાડેજા અને હરભજી વાંગા ઓડેદરાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા મળી રૂ ૧૬૪૫૦/- કબજે કરી પીએસઆઇ એન.આર. ગોહિલ સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.