‘મુક્તિધામ’માં બહેનોનો છાણા થાપવાનો ૧૧ દિવસ ‘સેવા યજ્ઞ’

શ્રમસેવા કરવી હોય તો આવી પણ થઈ શકે છે ‘સેવા’

લખતરમાં ગોપી અને મહિલા મંડળની બહેનોની અનન્ય સેવા

લખતર શહેરમાં મુક્તિધામમાં છાણાની અછત દૂર કરવા મહિલા મંડળની બહેનોએ ૧૧ દિવસ છાણા થાપવાનો શ્રમયજ્ઞ કરી ૨૦ હજાર છાણા થાપ્યા હતા.

લખતર મુક્તિધામ ખાતે  આજથી બે વર્ષ પહેલા છાણાની અછત પડી ત્યારે પણ લખતરની મહિલાઓ દ્વારા અંદાજીત ૧૫થી ૧૭ હજાર જેટલાં છાણા થાપવાનું કાર્ય કરીને લખતર મુક્તિધામમાં  છાણા ની અછત દૂર કરવામાં આવી હતી.

લખતર મુક્તિધામમાં આ વર્ષ છાણા થોડાક મહિના પૂરતા ચાલે તેમ હતા. જે લખતર બુટ ભવાની મંડળને ધ્યાને આવતા આ વિશે જાણ લખતરની ગોપી મંડળની મહિલાઓને કરતા આ વર્ષ  પણ લખતરના ગોપી મંડળ તેમજ મહિલા મંડળની મહિલાઓ દ્વારા લખતર મુક્તિધામમાં  છાણાની અછત ન  પડે તે પહેલા આ કાર્ય કરવામાં આવ્યું હતું.

લખતર પાટડી દરવાજા બહાર હિંદુ સમાજના મુક્તિધામ ખાતે શહેરને ગોપી મંડળ તથા લખતર મહિલા મંડળની મહિલાઓ દ્વારા સ્મશાનની અંદર લખતર પાંજળાપોળ માંથી રોજ બે ટ્રેલર ગાયનું છાણ લાવીને  લખતર મુક્તિધામમાં છાણાની અછત ન પડે તે પહેલા છાણા થાપવાનો શ્રમયજ્ઞ કર્યો હતો. બે વર્ષ પહેલા મુક્તિધામ ખાતે છાણાની અછત પડી હતી ત્યારે તે અછત ને દૂર કરવામાં લખતરની મહિલાઓએ મહેનત કરી હતી. શહેરમાં છેલ્લા ૧૧ દિવસની મહા મહેનત બાદ છાણા થાપવાનો શ્રમયજ્ઞમાં મહિલાઓએ અંદાજે ૨૦ હજાર જેટલા છાણા થાપ્યા હતા.

Loading...