Abtak Media Google News

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં ૧૦ ધોરણ પાસ માટે કેટલાંક વિકલ્પો માટે એપ્લીકેશન મંગાવવામાં આવી છે જેના માટે એપ્લીકેશન મંગાવવામાં આવી છે જેના માટે જાહેરાત પણ કરવામાં આવી છે આ જોબ માટે ઇચ્છુક વ્યક્તિઓ પોતાની ક્વોલીફીકેશન, દર્શાવી, નોકરીની છેલ્લી તારીખ સુધીમાં એપ્લાય કરી શકે છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા એ જુનીયર આસિસ્ટંટ માટે કુલ ૮૪ની ખાલી જગ્યાઓ દર્શાવી છે. જેના માટે ૧૮ વર્ષથી ૩૦ વર્ષ સુધીનાં વ્યક્તિઓ એપ્લાય કરી શકે છે. તેમજ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ-૧૦ પાસ અને ડિપ્લોમાં કરેલાં ઉમેદવારોને પ્રથમ સ્થળ દિલ્હી રહેશે. આ લાયકાત સાથે નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ AAIસંલગ્ન વેબસાઇટ પરથી ધ્યાનપુર્વક ઓનલાઇન આવેદનની પ્રક્રિયા કરવાની રહેશે. તેમજ તેની પસંદગી માટે ઉમેદવારે આવેદન પત્રની એક પ્રીન્ટ કાઢી સાચવી રાખવી જરુરી રહેશે. જેની છેલ્લી તારીખ ૯ ઓક્ટોબર ૨૦૧૭ છે. જુનીયર આસિસ્ટંટ માટે ધો.૧૦ પાસ સિવાય ડિપ્લોમાં મીકેનીકલ,ઓટો મોબાઇલ, ફાયરમાં ઓછામાં ઓછી ૦ % ગુણ સાથે અથવા ધો.૧૨ પાસમાં પણ ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે પાસ કર્યુ હોવું જરુરી છે.

જે લોકો પરંગી પાત્ર રહેશે તેને લેખીત પરિક્ષા દરમિયાન ૨૫-૨૫ માર્કની આધાર અગણીત બેઝીક સાયંસ, પ્રાથમિક અંગ્રેજી-વ્યાકરણ તેમજ સામાન્ય જ્ઞાનની પરિક્ષા આપવાની રહેશે.

ઉમેદવારની ફીઝીકલ ક્વોલીફીકેશનમાં વગર ચશ્માની દૂરની દ્રષ્ટી ૬/૬ તેમજ NSપાસ વિઝન તેમજ પુરુષો માટે ૧૬૭, મહિલાઓ માટે ૧૫૭ સે.મી. ઉંચાઇ નિયુક્ત કરવામાં આવી છે. પુરુષોનું વજન ૫૫ કિગ્રા અને મહિલાઓ માટે ૪૫ કિગ્રા દર્શાવાયું છે. આ પદ માટે નિયુક્ત ઉમેદવારોનું પગાર ધોરણ ૧૨,૫૦૦-૨૮,૫૦૦ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.