પુરૂષાર્થ યુવક મંડળ આયોજીત રકતદાન કેમ્પમાં સહભાગી થનાર ૧૦૩ દાતાઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રોલપ્રેસ એસોશિએશન દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૦૩ રકતદાતાઓને સન્માન પત્ર તથા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, સામાજીક અગ્રણી વિનુભાઇ તપળદા, ગોરધનભાઇ કાપડીયા, જગદીશભાઇ લાઠીયા, રાજેશભાઇ ચૌહાણ, હંસરાજભાઇ વાણશીયા, શિવલાલભાઇ લિંબાસીયા, ન્યુ મહારાષ્ટ્ર મંડળના હોદ્દેદારો, સિલ્વર એસોસિએશન અનિલભાઇ તળાવિયા, અલ્પેશભાઇ લુણાગરીયા, શાળા સંચાલક મંડળના પરિમલભાઇ પરડવા, દિનેશભાઇ રાઠોડ, નરેન્દ્રભાઇ ભાડલીયા, અનિલભાઇ મકવાણા, વોર્ડના ભાજપના સર્વે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા રોલપ્રેસ એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ સોલંકીના માર્ગદર્શનમાં ટીમ રોલપ્રેસ એશો. તથા ટીમ પુરુષાર્થના સર્વે સભ્યોએ રકતદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Loading...