Abtak Media Google News

કકળાટ હલ થતા અનેક પરિવારોમાં કલરવ: પોલીસની કામગીરીની પ્રશંસા

મહિલાઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પોલીસ હેડ કવાર્ટરમાં તાલીમ ભવનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુજેમાં ૧૦૬ અરજીઓના સુખદ સમાધાન થતા નજીવી બાબતે વિખૂટા પડેલા દંપતીઓનું પૂન: મિલન પોલીસે કરાવ્યું છે.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલા આ સેમિનારમાં મહિલાઓને પતિ અને સાસરીયાઓ સાથે ચાલતી સામાન્ય તકરાર અને મનદુ:ખના કારણો આગળ જતા મોટા પ્રશ્ર્નો ન સર્જાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. પતિ-પત્ની નજીવી બાબતે અલગ રહેતા હોય, પતિ દારૂ પી હેરાન કરતો હોય, જરૂરીયાત મુજબનો ઘર ખર્ચ ન આપતો હોઈ સાસુ સસરા સાથે માથાકૂટ હોય નણંદ સાથે કોઈ બાબતે તકરાર હોય અલગ રહેવા માટે વિખવાદ ચાલતો હોઈ સહિતના પ્રશ્ર્નોના આ સેમિનારમાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.01 2 1 અરજદાર મહિલાને પતિ, સાસુ સસરા અને બીજા સાસરીયા સાથે મનદુ:ખ ચાલતુ હોઈ તેઓને આ સેમીનારમાં રૂબરૂ બોલાવી સ્થળ પર સમજાવટ કરી સમાધાન કરાવ્યું હતુ આ રીતે કુલ ૧૦૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો જયારે ત્રણ અરજીમાં સમાધાન ન થતા સમય આપવામાં આવ્યો હતો. ત્રણ અરજીમાં સમાધાન નહી થતા અટકાયતી પગલા પોલીસે લીધા હતા આ ઉપરાંત બે અરજી પરથક્ષ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.Polise Lokdarbar 1પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં સંયુકત પોલીસ કમિશ્નર એસ.એમ. ખત્રી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, એ.સી.પી. ક્રિશ્ર્નાબા ડાભી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સેમીનારને સફળ બનાવવામાં મહિલા પોલીસ મથકના પીઆઈ આર.વાય. રાવલ અને મહિલા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.