Abtak Media Google News

શરદી, ખાંસી, તાવ કે શ્ર્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં તત્કાલ ડાયલ કરો…

ટેસ્ટ કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટીવ કે પોઝિટિવની જાણકારી માત્ર પાંચ મિનિટમાં

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય પહેલ સમાન ટોલ ફ્રી ૧૦૪ હેલ્પલાઈન નાગરિકોના ઘરે ઘર જઈને આરોગ્યની દરકાર લઈ રહી છે. કોઈપણ વ્યકિતને શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ૧૦૪ નંબર ડાયલ કરીને આરોગ્યની સેવાનો લાભ મેળવી શકે છે. હાલ રાજકોટ શહેરમાં કોરોના કટોકટી દરમિયાન ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન રોજના ૧૦૦થી વધુ  કોલ એટેન્ડ કરી  દર્દીઓ સુધી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ સુવિધાથી શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતા નાગરિકને તેમના ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર (લેબોરેટરી ટેસ્ટ તેમજ દવા) મેળવી શકે છે.

આ વિશે વાત કરતા ૧૦૪ના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે,દર્દી દ્વારા ૧૦૪ નંબર પર કોલ કરતાં અમદાવાદ સ્થિત અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ૧૦૪ રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં  રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન નંબર નોંધવામાં આવે છે. આ માહિતી દર્દીના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને ફોન કોલ અથવા એસ.એમ.એસ. થી ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી સ્થાનિક ટીમ દર્દી સુધી પહોંચી તેની તપાસ,નિદાન,સારવારકરે છે. જે દર્દીને હેલ્પલાઈનમાં કરેલાં કોલના બે કલાકમાં પ્રાપ્ત થાય છે. ૧૦૪ હેલ્પલાઇનના પ્રશિક્ષિત રિસ્પોન્સ અધિકારીઓ દ્વારા ૨૪ડ૭ સેવા આપવામાં આવે છે. ટેસ્ટ કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ૫ણ પાંચ જ મિનિટમાં ખબર પડી જાય છે.  ઈમરજન્સી ફોન કોલના કિસ્સામાં, ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ પણ મેળવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.