Abtak Media Google News

ખેડુતોને મગફળી અને કપાસના પાક વિમામાં ન્યાય અપાવવા માંગ કરાઈ

મોરબી જીલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત અને બે તાલુકાને અસરગ્રસ્તમાં સમાવેશ કરવા છતાં પાકવીમામાં ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોય જેથી આજે મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથી અને મહેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં મળી હતી  મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચોની મળેલી બેઠકમાં પાકવીમા અન્યાય મામલે સરકાર પુન: વિચાર કરે તે મામલે રજૂઆત કરવામાં આવી હતી મોરબી તાલુકા સરપંચ એસો દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮ ના મગફળી અને કપાસના પાકવીમામાં તાલુકાના ખેડૂતોને અન્યાય થયો છે

૨૦૧૮ માં મોરબી તાલુકાને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરેલ છે અને કૃષિ ઈનપુટ સહાય ચુકવવામાં આવી છે જયારે સરકારે કૃષિ ઈનપુટ સહાય ચૂકવેલ છે તેનો અર્થ એવો થાય છે કે તાલુકાના ખેડૂતોનું વાવતર નિષ્ફળ ગયેલ છે તેમજ પાક નિષ્ફળ ગયેલ હોય જેથી વીમા કંપની દ્વારા પાકવીમો ૧૦૦ ટકા મળવો જોઈએ જેની જગ્યાએ મોરબી તાલુકાના ખેડૂતોને ખુબ જ ઓછા પ્રમાણમાં પાકવીમો મળે છે.

જે ખરેખર અન્યાયકર્તા છે જેટલું પ્રીમીયમ સરકાર તથા ખેડૂતો દ્વારા વીમા કંપનીને ચુકવવામાં આવે છે તેના ૫૦ ટકા પણ પાક વીમો ચુકવવામાં આવેલ નથી જેથી મોરબી તાલુકાના સરપંચ એસોની એવી માંગણી છે કે સરકાર વીમા કંપનીને ફેર વિચારણા કરવાનું કહીને મોરબી તાલુકાના ખેડૂતોને મગફળી અને કપાસના પાક વીમામાં ન્યાય અપાવે તેવી માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.