Abtak Media Google News

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.બી. વલવાઈના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત તારીખ ૨૮ મી માર્ચ-૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો રજુ કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે તે અન્વયે કલેકટર કચેરી ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારશ્રી ડો.પી.બી. વલવાઈના અધ્યક્ષસ્થાને પત્રકાર પરીષદ યોજાઈ હતી.

આ પરીષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય અંતર્ગત ૨૮ માર્ચ-૨૦૧૯થી તારીખ ૪ એપ્રિલ-૨૦૧૯ સુધી ઉમેદવારી પત્રો જાહેર રજાના દિવસોને બાદ કરતા સવારે ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધી કલેકટર કચેરી સુરેન્દ્રનગર તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વઢવાણ ખાતે ભરી શકશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, જિલ્લામાં કુલ-૧૫૩૬ મતદાન મથકો છે. તેમજ વિરમગામ અને ધંધુકા વિધાનસભા મત વિસ્તાર મળીને ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં કુલ ૨૧૭૮ મતદાન મથકો છે. જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના ૧૦,૧૬૫નો વહીવટી સ્ટાફ ચુંટણીની કામગીરીમાં જોડાયેલો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકસભા ચુંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર આચારસંહિતાના અમલીકરણ અધિકારી તરીકે ફરજ બજાવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભા મત વિસ્તાર દીઠ પાંચ સખી મતદાન મથકો પર તમામ સ્ટાફ મહિલા કર્મચારીઓનો રહેશે. તથા એક  દિવ્યાંગ મતદાન મથક ઉપર તમામ સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. આમ વિધાનસભા મત વિસ્તારમાં પાંચ મહિલા સંચાલિત અને એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.