Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૫૧૭૧.૨૭ સામે ૩૪૯૨૬.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૬૬૫.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૩.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૨.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪૬૮૯.૨૧ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૩૧૮.૦૦ સામે ૧૦૨૪૧.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૧૭૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૮.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૧૮૬.૬૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૩૬૫ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૪૬૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૩૬૫ ના નીચા મથાળે નોંધાવી ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૪૩૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૬૨૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૬૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૫૪૮ ના નીચા મથાળે નોંધાવી ૨૨૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૫૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો…

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ફરી વિશ્વભરમાં ઝડપી વધવા લાગી હોવાના અહેવાલો અને ભારતમાં પણ કેસો વધતાં ચિંતામાં વધારાની સાથે આર્થિક વૃદ્વિને વધુ ફટકો પડવાના એંધાણે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ચોથા ત્રિમાસિક પરિણામોના અંતિમ દોરમાં અપેક્ષા કરતાં નબળા પરિણામો જાહેર થતાં પણ બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. કોરોના કહેરથી ફરી વૈશ્વિક ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઘટવાના અંદાજો તેમજ વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારાને કારણે આજે વૈશ્વિક સંકેત પણ નેગેટિવ રહ્યા હતા. અમેરિકામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસોથી આર્થિક રિકવરીની પ્રક્રિયા અટકી જવાની શક્યતાને કારણે શુક્રવારે અમેરિકન શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૨.૮૪% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૨.૪૨% અને નેસ્ડેક ૨.૫૯% ઘટીને સેટલ થયા હતા. આજે બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, ઈંઝ, ટેકનો અને પાવર શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી, જ્યારે ઋખઈૠ, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૦ અને વધનારની સંખ્યા ૭૫૬ રહી હતી. ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, હાલના તબક્કે ભારત માટે કોરોનાના કેસની સ્થિતિ ઉપરાંત ચીન સાથેનો ભૂરાજકીય તણાવ ભારતીય શેરબજારની ચાલ પર નજર રાખવા માટેનો મુખ્ય મુદ્દો બની રહેશે. સ્થાનિક સ્તરે હાલમાં કોઈ મોટી ઈવેન્ટના અભાવે ભારતીય બજારની ચાલ પર વૈશ્વિક સંકેતોનો વધુ પ્રભાવ જોવા મળે તેવી શક્યતા છે. કેટલાંક દેશોમાં ફરીથી કોરોનાના કેસ આવ્યા હોવાના અહેવાલો સાથે ભારતમાં પણ કોરોનાના વધી રહેલા કેસોની ચિંતાથી બજાર વોલેટાઈલ રહ્યું હતું. જઙ ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતીય અર્થતંત્ર ગંભીર સંકટમાં હોવાનું તેમજ કોરોના વાઈરસના વધતા કેસો અને દેશની નાણાકીય સિસ્ટમ પર તેની અસરને ધ્યાનમાં લેતાં ચાલુ નાણાકીય વર્ષે ૫%ના નકારાત્મક વૃદ્ધિ દરની આશંકા જતાવી હતી. ત્યારે સ્થાનિક સ્તરે છેલ્લાં કેટલાંક સેશન્સથી કોવિડ-૧૯ના વધતા કેસો અને નરમ આર્થિક વૃદ્ધિદર છતાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. આગામી દિવસોમાં ભારતીય શેરબજારની ચાલનો આધાર મુખ્યત્વે વૈશ્વિક સંકેતો, ભૂરાજકીય ડેવલપમેન્ટ્સ અને કોરોનાના કેસની સ્થિતિ પર નિર્ભર રહેવાની ધારણા છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલ અને અમેરિકન ડોલર સામે રૂપિયાની ચાલ વગેરે જેવા પરિબળો પણ ભારતીય શેરબજારને અસર કરે તેવી શક્યતા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

TCS લિમિટેડ ( ૨૦૯૧ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૫૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૦૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૯ થી રૂ.૨૧૩૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૬૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૬૦૪ ) :- રૂ.૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૭૫ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઇન્ડસઇન્ડ બેન્ક ( ૪૭૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૪ થી રૂ.૫૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

અદાણી પોર્ટ ( ૩૪૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૭ થી રૂ.૩૫૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.