Abtak Media Google News

“નલ સે જલયોજના અંતર્ગત

સૌરાષ્ટ્ર-કચ્છ જેવા દુકાળિયા વિસ્તારોમાં કે જયા બારમાસી નદીઓ વહેતી નથી તેથી આ વિસ્તારોમાં પાણીની સમસ્યા પ્રવર્તતી રહી છે ત્યારે રાજય સરકારે સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતર સિંચાઇ યોજના) યોજના અમલમાં મૂકી ૪૫૦ કિમી દૂર એવા સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧૫ ડેમોમાં સમયાંતરે અછતની સ્થિતિમાં પાણી વહેવડાવવામાં આવી રહયુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરકારી સ્તરે વિશાળ જનસમૂદાય ધરાવતા દેશમાં લોકોને પીવાનું પાણી મળે તે માટે અનેક પ્રયત્નો થઇ રહયા છે.

રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં દરેક ઘરોને પાઇપલાઇન દ્વારા પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા ગ્રામીણ પેયજળ પૂરવઠા યોજના અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૨૧૪ ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં નલ સે જલ કાર્યક્રમમાં મંજૂર કરેલા ગામો ૩૪ છે. રાજકોટ જિલ્લામાં કુલ ૩૮૫ ગામો ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતા ગામો છે. નલ સે જલ યોજનામાં મંજૂર કરાયેલા ગામોના અંદાજીત ખર્ચની રકમ ૫.૫૬ કરોડ છે.

રાજકોટ જિલ્લાના ગ્રામીણ પેયજળ પાણી પૂરવઠા યોજના હેઠળ ૫૯૯ ગામો અને ૩૧૦૯૧૧ ઘરો આવેલા છે. જેમાં ૨,૭૩,૮૭૩ નળ કનેકશન છે. બાકી નળ કનેકશન ૩૭૦૩૮ છે. સો ટકા નળ કનેકશન ઘરાવતા ગામો ૩૮૫ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.