Abtak Media Google News

કારકિર્દી વિશે મહત્વકાંક્ષા દર્શાવતા વિદ્યાર્થીઓ ‘અબતક’ને આપી વિશેષ વિગતો

આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પબ્લીક સ્કૂલમાં ગમત સાથે ભણતર મળે છે. જેથી કરીને સફળ પરીણામ મેળવી શકીએ છીએ. અનેકવિધ એકટીવીટી સ્કૂલમાં કરાવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં કારકિર્દી બનાવવા અંગે તેઓની મહત્વકાંક્ષા દર્શાવી હતી. તેમજ સ્કુલ ટોપર નિકી શાહએ ૯૩.૬ પીઆર, ચિંનમય પરસાણા ૮૬.૬ પીઆર, હર્ષ સખીયાએ ૮૮.૨ પીઆર, જીગર વૈષ્ણવએ ૮૬ પીઆર પ્રાપ્ત કરી સ્કૂલનું નામ રોશન કર્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ૧૨ સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દિલ્હી પબ્લીક સ્કુલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે તે અંતર્ગત ડીપીએસના ગાયત્રીબેન ગણીયારી, અનિતભાઈ તીલવા તેમજ સ્કુલના પેપર વિદ્યાર્થી નિકી શાહ, ચિંતમય પરસાણા, હર્ષ સખીયા, જીગર વૈષ્ણવએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ તકે ગાયત્રીબેન ગણીયારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે અવનવી એકટીવીટી પણ કરાવવામાં આવે છે. તેમજ રાજકોટ ડીપીએસમાં જેટલી એકટીવીટી થાય છે તે દિલ્હી ડીપીએસમાં ઈન્ટર કનેકટ હોય છે. વિદ્યાર્થીઓ તેઓની કારકિર્દીમાં સફળ થાય તેજ સ્કૂલનો લક્ષ્ય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.