Abtak Media Google News

એ-ટુ ગ્રેડ ૯૯.૧૩ પીઆર સાથે રોહન રાઠોડ, ૯૯.૧૦ પીઆર સાથે હેરભા રવિ દ્વિતીય, ૯૭.૮૪ પીઆર સાથે પરમાર કેવલે તૃતિય સ્થાન હાંસલ કર્યું

ધો.૧૨નાં બોર્ડનાં પરિણામ સાથે ચાણકય વિદ્યામંદિર, કરણસિંહજી મેઈન રોડ, ફરી એકવાર ૧૦૦ ટકા પરિણામની પરંપરા જાળવી રાખી છે. બોર્ડમાં એ-ટુ ગ્રેડ ૯૯.૧૩ પીઆર સાથે રાઠોડ રોહન જે શાળામાં પ્રથમ નંબર સાથે અભિનંદનને પાત્ર બન્યા છે. તેમજ દ્વિતીય નંબર પર ૯૯.૧૦ પીઆર સાથે હેરભા રવિ આર, ત્રીજા નંબર પર ૯૭.૮૪ પીઆર સાથે પરમાર કેવલ ડી, ચોથા નંબર પર ૯૭.૬૬ પીઆર સાથે જરીયા યશ આર, પાંચમાં નંબર પર ૯૬.૮૯ પીઆર સાથે દંગી અદિતી બી.એ શાળાનું ગૌરવ વધારેલ છે.

બોર્ડનું ૭૩.૨૩ ટકા પરિણામ આવ્યું છે ત્યારે ચાણકય વિદ્યામંદિરનાં ૧૦૦ ટકા પરિણામ સાથે શાળાની યશકલગીમાં એક પીછું ઉમેર્યું છે.ગૌરવની વાત છે. વિદ્યાર્થી, શિક્ષકો અને શાળાનાં સહિયારા પ્રયાસથી આવેલ ચાણકય વિદ્યામંદિરનાં ૧૦૦ પરિણામ સાથે શાળાની યશકલગીમાં એક પીછું ઉમેર્યું છે.

ગૌરવની વાત છે. વિદ્યાર્થી, શિક્ષકો અને શાળાનાં સહિયારા પ્રયાસથી આવેલ ચાણકય વિદ્યામંદિરનાં ૧૦૦ ટકા પરિણામ માટે શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે ખુબ જ મહેનત અને ખંતપૂર્વક આગળનો અભ્યાસ કરી માતા-પિતાનુ નામ રોશન કરી ઉચ્ચ આર્થિક વળતર મેળવી સારા ભવિષ્ય માટેની શુભકામના પાઠવી. નિયામક નિલેશભાઈ દેસાઈ, ઓજસભાઈ ખોખાણી તેમજ આચાર્ય હર્ષિદાબેન આરદેશણાએ સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ અને ઉજજવળ ભવિષ્ય માટે અંત:કરણની શુભકામના પાઠવી હતી.

ચાણકય વિદ્યામંદિરના ધો.૧૦નાં ૧૦૦ ટકા પરિણામ પછી સારા પરિણામની હારમાળા સ્વ‚પ ધો.૧૨નું પણ ૧૦૦ ટકા પરિણામ લાવનારી પ્રથમ શાળા છે. શાળાનાં પ્રથમ ૫ વિદ્યાર્થીઓએ ખુબ જ નબળી આર્થિક પરિસ્થિતિમાં ઉછરી ચાણકય વિદ્યામંદિરમાં માત્ર શિક્ષકોનાં માર્ગદર્શનથી ૯૯ અપ પીઆર મેળવી ટયુશન કલાસ વગર આવી ઉચ્ચ સફળતા મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.