Abtak Media Google News

મકાન બનાવવા આર્થીક સહાય મેળવવા ત્રણ વર્ષથી ધકકા ખાતા અરજદારો

ઉપલેટા તાલુકાના ગરીબ લાભાર્થીઓને લેન્ડ કમીટીમાં ૧૦૦ વારનો પ્લોટની સનદો તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર એ સાથે મળી કમીટીમાં મંજુર થયેલ હતી. તેની સનંદ પણ મળી ગયેલ છે. છતાં આવા અરજદારોને મકાન બનાવવાની સહાય આજ ત્રણ ત્રણ વર્ષ થતાં છતાં મકાન બનાવવાની સહાય આપવામાં આવેલ નથી તેમજ મકાન બનાવવાના ઓર્ડર પણ આપતા નથી અમોના તાલુકામાં ૧૦૦ થી ૧પ૦ જેટલા અરજદારોને સનંદ મળેલ છે ત્યારે સહાય બાબતે અનેક વખત રજુઆતો કરેલ છે છતાં આ અરજદારોને મકાન બનાવવાની સહાય આપવામાં આવેલ નથી આ અરજદારો હવે વકીલ રાખી કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે આજે ત્રણ ત્રણ વર્ષ થયા છતા આજ દિન સુધી કોઇ સહાય કે મંજુરી મળેલ નથી. ગઢાળા ગાના સરપંચ શ્રી નારણભાઇ આહીરે જણાવેલ હતું કે , ગરીબ લોકોને સરકાર ગરીબ માણસોને આવાસ બનાવવા માટેની મોટી મોટી જાહેરાતો કરે છે આ તાલુકાના અનેજ અરજદારોને સનદ મળી ગયેલ હોવા છતાં ત્રણ ત્રણ વર્ષ થયા હોવા છતાં સહાય આપવામાં આવી નથી તેમજ આ તાલુકાના શ્રમયોગી લાભાર્થીને આજ પાંચ પાંચ વર્ષ થયા છતાં કોઇ જાતનો લાભ આપવામાં આવતો નથી તથા તેમને મકાન સહાય જેવો કોઇ લાભ આપવામાં આવતો નથી. આજે સરકાર માત્ર અને માત્ર મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ગરીબ અરજદારોને સમયસર કોઇ લાભ આપવામાં આવતો નથી. અને અરજદારોએ પણ ખુબજ આક્રોશ સાથે જણાવેલ હતું અને સૂત્રો ચાર કરેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.