ઈન્ફ્રાસ્ટ્રકચરને પાયાથી મજબૂત કરવા ૧૦૦ લાખ કરોડનું ફંડ

વેરહાઉસીંગ-ગોડાઉન પંચાયત સ્તરે બનાવવા ખાસ તૈયારી: ૧૦૦ જેટલા નવા એરપોર્ટ બનાવવાનો નિર્ધાર: વાહન-વ્યવહાર રૂા.૧.૭ લાખ કરોડની જોગવાઈ

ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને પાયાથી મજબૂત કરવા માટે સરકારે રૂા.૧૦ લાખ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય બજેટમાં લીધો છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે માર્ગ, જળ, પરિવહન ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ સાથે વેરહાઉસીંગ અને ગોડાઉનની સુવિધા સરકાર વિકસાવવા જઈ રહી છે. પંચાયત સ્તરે વેરહાઉસ બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોને જોડતા એકસપ્રેસ વે બનાવવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, બજેટમાં સરકારે ૨૦૨૪ સુધીમાં ૧૦૦ જેટલા નવા એરપોર્ટ બનાવવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. વાહન-વ્યવહાર માટે સરકાર દ્વારા રૂા.૧.૭ લાખ કરોડની જોગવાઈ કરી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રિન્યુએબલ વિજળી માટે રૂા.૨૨ હજાર કરોડ પણ ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રેલવે નેટવર્કને મજબૂત બનાવવા માટે ૨૭૦૦૦ કિ.મી.ના રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ સો પેટ્રોલ અને કેરોસીન સહિતના ઈંધણ પરનું ભારણ ઘટાડવા માટે સૌર ઉર્જાને મહત્વ દેવાનું નક્કી કરાયું છે.

વધુમાં દિલ્હી-મુંબઈ વચ્ચેનો એકસપ્રેસ વે વર્ષ ૨૦૨૩ સુધીમાં પુરો કરવાનો વિશ્ર્વાસ નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. આ સાથે જ અમદાવાદી મુંબઈ વચ્ચે વધુ હાઈસ્પીડ ટ્રેડ શરૂ કરવા જણાવાયું હતું. દેશમાં એર કનેક્ટિવીટી ઉપર પણ ખુબજ વધુ ધ્યાન દેવામાં આવે તે માટે બજેટમાં ૧૦૦ જેટલા નવા એરપોર્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં બ્લુ ઈકોનોમીક વિકસાવાશે

નાણાપ્રધાન નિર્મલા સિતારમને આજે જાહેર કરેલા કેન્દ્રીય બજેટમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ર્અતંત્રનો મજબૂત વિકાસ કરવા માટેનો પાયો નાખ્યો છે. કાંઠાળા વિસ્તારમાં બ્લુ ઈકોનોમીક વિકસાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. સરકાર દ્વારા સાગર મિત્ર યોજના શરૂ કરવામાં આવશે. આ સાથે જ દરિયા કિનારે લગભગ ૨૦૦૦ કિ.મી.નો મસમોટો રોડ બનાવવામાં આવશે. દરિયા કિનારાના વિસ્તારોમાં બ્લુ ઈકોનોમીક વિકસાવવા પાછળ ખર્ચાનાર રૂા.૧૦૦ લાખ કરોડ મહત્વની ભૂમિકા ભજવશે.

બજેટની સાથે સાથે

 • મહિલાઓને લગતી યોજના માટે ૨૮,૬૦૦ કરોડની ફાળવણી
 • અનુસૂચિત જનજાતિ માટે ૫૩,૩૦૦ કરોડની ફાળવણી
 • સિનિયર સિટીઝન માટે ૯,૫૦૦ કરોડ
 • ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજિકલ સાઇટને રિડેવલપ કરાશે
 • લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ
 • આરોગ્ય ક્ષેત્રમાં ૬૯ હજાર કરોડ ફાળવાયા
 • સ્વચ્છતા મિશન અંતર્ગત ૧૨.૩૦૪ કરોડ ફાળવાયા
 • માછલી ઉત્પાદન વધારવા નવું ફેમ વર્ક બનાવીશું
 • ૨૦૨૫ સુધી ટીબીની બીમારી સંપૂર્ણ ખતમ કરીશું.
 • દુષ્કાળગ્રસ્ત ૧૦૦ જિલ્લાના વિકાસ પર કામ કરીશું
 • પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ નવી હોસ્પિટલોનું નિર્માણ
 • નદીના વિકાસ માટે અર્થગંગા યોજના
 • પાવર – એનર્જી માટે રર હજાર કરોડ
 • ગેસની ગ્રીડ લાઇન ર૭ હજાર કી.મી. સુધી વધશે
 • નેશનલ ગેસ ગ્રીડ લાઇનની શરૂઆત
 • ભારત નેટ માટે ૬ હજાર કરોડ
 • ભારતનેટ અંતર્ગત ૧ લાખ ગ્રામ પંચાયતોને જોડાશે
 • સરસ્વતિ સિંધુ યુનિવર્સિટીનું નિર્માણ
 • ઇન્વેસ્ટમેનટ કિલયરન્સ સેલની રચના
 • કૃષિ, સિંચાઇ માટે ૧.૨ લાખ કરોડ
 • મોબાઇલ ઇલેકટ્રોનિકસના ઉત્પાદન પર વધુ ભાર અપાશે
 • ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન
 • ૨૭ હજાર કિ.મી. રેલ્વે ટ્રેકનુ વિદ્યુતકરણ
 • મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન
 • વાહન વ્યવહાર માટે ૧.૭ લાખ કરોડની જોગવાઇ
 • ૨૦૨૪ સુધી ૧૦૦ નવા એરપોર્ટ
 • રિન્યુએબલ વીજળી માટે ૨૨૦૦૦ કરોડ
 • પંચાયત સ્તરે વેરહાઉસ બનાવાશે
 • ર૦ લાખ ખેડૂતો માટે કિસાન સોલાર યોજના
 • પી.એમ. કુસુમ સ્કીમ અંતગત ખેડૂતોને સોલર પમ્પ અપાશે.
 • છેલ્લા ૪ વર્ષમાં ૬૦ લાખ નવા કરદાતા ઉમેરાયા
 • આયુષ્યમાન ભારત યોજના તળે ૨૦ હજાર હોસ્૫િટલ જોડાઇ
 • દરેક જિલ્લામાંથી નિકાસ વધે તેવી યોજના
 • સરકારનું ઉત્પાદન સેકટર પર જોર
 • નેશનલ ઇન્ફાસ્ટ્રકચર માટે ૧૦૦ લાખ કરોડનું ફંડ
 • ઇન્જિનિયરો માટે એક વર્ષ માટે ઇન્ટર્નશીપ
 • દિલ્હી-મુંબઇ વચ્ચે એકસપ્રેસ હાઇવે

ગુજરાતની ધોળાવીરા સહિતની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિ-ડેવલપ કરાશે:લોથલ મેરીટાઈમ મ્યુઝિયમ બનશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં પુરાતત્વીય સાઈટને રિ-ડેવલપ કરાશે. તેવી જાહેરાત કરી છે. ગુજરાતની ધોળાવીરા સહિતની દેશભરની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિ-ડેવલપ કરી વિકસાવાશે. તથા લોથલ ખાતે એક મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં ખોદકામ દરમિયાન મળેલી પ્રાચીન વસ્તુએા પ્રદર્શિત માટે મુકવામાં આવશે. ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરતી આવી સાઈટોને વિકસાવવા સરકારે એક પ્રયાસ હાથ ધર્યોે છે. જે અંતર્ગત વધુને વધુ ભારતનો ઉજળો ઈતિહાસ ઉજાગર થશે. આ સાઈટોથી માનવ ઈતિહાસને બહુ મોટો ફાયદો થશે. પ્રાચીન સમયના રીત-રિવાજો વસ્તુઓ ખોદકામ દરમિયાન મળતી હોયં છે. જેને રિ-ડેવલપ કરવાથી વધુ માહિતી મળી શકશે.

આરોગ્ય ક્ષેેત્રે ૬૯૦૦૦ કરોડ ફાળવાયા, સ્વચ્છ ભારત મિશન માટે રૂા.૧૨,૩૦૦ કરોડની જોગવાઈ

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નો બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ.૬૯,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. જયારે  આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલા સ્વચ્છ ભારત મિશન માટે રૂ.૧૨,૩૦૦ કરોડની  ફાળવણી કરી છે. વધુ માં  પી.પી.પી. મોડેલ હઠેળ હોસ્પિટલો તૈયાર કરવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે.આયુષ્યમાન  સ્ક્રીમમાં  નવી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે વર્ષ ૨૦૨૫ સુધીમાં  ટીબી રોગને નાબુદ કરવામાં આવશે.

મહિલા આધારિત કાર્યક્રમો ઉપર ૨૮,૬૦૦ કરોડનો ખર્ચ કરાશે

વર્ષ ૨૦૨૦-૨૧નાં બજેટમાં મહિલા આધારિત કાર્યક્રમો ઉપર ૨૮,૬૦૦ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતુ કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનાં સારા પરિણામો મળ્યા છે. માટે હવે નવા વર્ષમાં મહિલા આધારિત કાર્યક્રમો પાછળ વધુ ખર્ચ કરીને નકકર પરિણામ મેળવવામાં આવશે.

સૌર ઉર્જાનું ઉપર વધુ ભાર મૂકાયો: અન્નદાતાને ઉર્જાદાતા પણ બનાવવાનો નિર્ધાર

વર્ષ ૨૦૨૦-૨૧નાં બજેટમાં સૌર ઊર્જા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. રેલવેની તમામ બીન ઉપયોગી ખૂલ્લી જગ્યાએ ઉપર સોલાર પેનલો લગાવીને વીજ ઉત્પાદન કરવામાં આવશે. આ સાથે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનો સરકાર નિર્ધાર કર્યો છે. જેમાં ૨૦ લાખ ખેડુતોને સેલાર પંપ લગાવવા માયે સરકાર મદદ કરશે અને ૧૫ લાખ ખેડુતોને ગીડ કનેકટેડ પંપ પણ આપવામાં આવનાર છે.

આગામી ૨૦૨૫ સુધી કરવામાં આવેલા વિદેશી રોકાણો પુર્ણત: કરમુકત

નાણામંત્રી નીર્મલા સીતારમનએ  બજેટમાં જાહેરાત કરતા જણાવ્યુ હતું કે સરકાર એફડીઆઈ ક્ષેત્રને પણ પ્રોત્સાહીત કરવામાં માંગે છે. જેથી આગામી ૨૦૨૫ સુધીમાં કરવામાં આવેલા રોકાણે પુણેતા એકઝટેડ કરાશે, જયારે ૩ વર્ષનો લોકીંગ પીરીયડ પણ રાખવામાં આવ્યો છે. એવી જ રીતે એન.આર.આઈ દ્વારા કરવામાં આવે તો રોકાણોને સેકશન ૧૯૪/સી હેઠળ ૩૦ જુન ૨૦૨૩ સુધી વ્યાંજમાંથી એકઝમટેડ કરવાનો નિર્ણય લીધેલ છે.

પોષાહાર યોજના માટે ૩૫૩૦૦ કરોડની ફાળવણી

સરકારી સ્કૂલોમાં ભણતા બાળકો માટે સરકારે પોષાહાર યોજનાની શરૂઆત કરી છે. બાળકોમાં વિટામીનની ઉણપ ન રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે પોષાહાર યોજના અંતર્ગત સરકારે ૩૫,૩૦૦ કરોડ ફાળવ્યા છે. બાળકો કુ પોષિત ન રહી જાય અને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકારે આ યોજના પર વધુ ભાર મૂકયો છે.

નાના નિકાસકર્તાઓ માટે ‘નીરવીક’ સ્કિમ બનાવાશે

એક સપોર્ટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ‘નીરવીક’ નામક સ્કિમ અમલી બનાવાઈ છે. આ યોજનાથી દેશનાં કરોડો લોકોને લાભ મળશે. આ કરવા પાછળ નિકાસ કરતા લોકોને સરળતાથી લોન મળી શકશે. આ યોજના હેઠળ વેપારીઓને એકસ્પોર્ટ ઈન્સ્યોરન્સ કવર વધારવા માટે ઉપયોગી શાબીત થશે. આ યોજના થકી પ્રી અને પોસ્ટ શિપમેન્ટ ક્રેડિટ પણ સામેલ રહેશે.

પીપીપીના ધોરણે શું થશે?

પાંચ સ્માર્ટ શહેરો બનાવાશે

નવી હોસ્પિટલો બનાવાશે

મેડિકલ કોલેજનું નિર્માણ થશે

૧૫ નવી ટ્રેન શરૂ થશે

Loading...