Abtak Media Google News

૧૦૦ દિવસ અને ૧૦૦ લાખ કરોડ..! નરેન્દ્ર મોદીના નેજા હેઠળની ગઉઅ સરકારને હજુ જનાદેશ મળ્યો છે પણ મોદી-૨ સરકારની રચના હજુ થઇ નથી ત્યાં તો સરકારની થિંન્ક ટેન્ક હવે દેશને કઇ દિશામાં લઇ જવો તેની અને સરકારે ક્યા પગલાને પ્રાધાન્ય આપવું તેની તૈયારીમાં પડી છે. આગામી ૧૦૦ દિવસમાં કરવાના કામની યાદી તૈયાર થઇ રહી છે. સરકારના અધુરા રહી ગયેલા અને આચાર સહિંતાના કારણે અટવાઇ પડેલા એવા નિર્ણયો આવતાવેંત લેવા પડશે કારણકે વિલંબના કારણે દેશની તિજોરી પર પડી રહેલો વ્યાજનો બોજ આજની ઘડીએ પાલવે તેમ નથી.

હજુ છ મહિના પહેલા જે વિધાનસભાઓમાં કોગ્રેસે સરકાર બનાવી છે તે રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ મતદારોએ મોદીજીને મત આપ્યા છે, સંકેત સાફ છે,  મતદાર હવે મેચ્યોર થઇ ગયો છે, તેને ક્યાં કોને મુકવા છે તેની જાણકારી આવી ગઇ છે, તેને પણ પરફોર્મન્સ જોઇએ છે. આ વાત નવી સરકારે પણ સમજવાની છે. એટલે જ કદાચ સરકાર રચાયા પહેલા સરકારે શું કરવાનું છે તેના એજન્ડા તૈયાર થઇ રહ્યા છે.

સરકાર પોતાના પ્રથમ ૧૦૦ દિવસમાં ભારતની સોફ્ટવેયર ઇન્ડસ્ટ્રીને અને સ્ટાર્ટ-અપ કંપનીઓને વૈશ્વિક મંચ પ્રદાન કરવામાટે પગલાં લેશે. ફેબ્રુઆરી-૧૯ માં નરેન્દ્ર મોદીએ જ નેશનલ પોલિસી ઓન સોફ્ટવેયર પ્રોડક્ટસ મૂંજૂર કરી દીધી હતી. હાલમાં ભારત IT સર્વિસ સેક્ટરનું હબ બન્યું છે પણ તેમાં વપરાતા સોફ્ટવેયર હજુ પણ આયાત થાય છે. આગામી ૨૦૨૫ સુધીમાં આ ક્ષેત્રે ભારતનો વૈશ્વિક વેપાર ૧૦ ગણો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં ૧૦,૦૦૦ સ્ટાર્ટ-અપ કંપની ઉભી કરવી, જેમાંથી ઓછામાં ઓછી ૧૦૦૦ કંપની ટાયર-૨ કે ટાયર-૩ શહેરમાં ઉભી કરવી અને આશરે નવી ૩૫ લાખ લોકોને રોજગારીની તક પુરી પાડવાની યોજના છે. આ માટે ૧૦ લાખ IT પ્રોફેશ્નલ ટ્રેઇન કરવા તથા ૧૦ હજાર સ્પેશ્યાલિષ્ટ ને આ ૧૦ લાખનું નૈતૄત્વ સોંપી દેશને IT સેક્ટરમાં અવ્વલ બનાવવાનું લક્ષ્ય છે.

દેશનું બેંકિંગ તથા નોન-બેકિંગ સેક્ટર ચિંથરેહાલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કૌભાંડોએ દેશની ઇકોનોમીને મોટા ઝટકા આપ્યા છે. તેથી હવે સરકાર સૌ પ્રથમ કામ Insolvency and Bankruptcy Code (IBC) માં સુધારો કરશે જેના કારણે “”cross-border insolvency”” નો અમલ શક્ય બનશે.પરિણામે બેંકોને ટોપી પહેરાવીને ભાગી જનારા લોકોને અને તેમની મિલ્કતોને ટાંચમાં લેવાનો નાણા ધિરનાર બેંકોને અને NBFC કંપનીઓને સત્તા મળશે. આ માટે RBIને પણ નિયમોમાં ફેરફાર કરવાનું કહેવાય તેવી સંભાવના છે. આવા પગલાં દૈશમાં છાશવારે ઉભી થતી લિક્વીડીટીની સમસ્યાને દુર કરવામાં મદદરૂપ થશે. આગામી દિવસોમાં સરકારી બેંકોના મર્જરનો બીજો રાઉન્ડ શરૂ થાય તો પણ નવાઈ નહીં. જેમાં પંજાબ નેશનલ બેંક અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સનો વારો આવી શકે છે.

દેશના ખેડૂતની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું વિઝન મોદી સાહેબે રાખ્યું છૈ જે સાકાર કરવા માટે એગ્રિકલ્ચર એક્સપોર્ટ પોલીસી આવી શકે છે. રૂ તથા અનાજની એક્સપોર્ટ પોલીસીનું, પાક વિમા યોજનાનું  અને વડાપ્રધાનની આશા યોજનાનું પુનરાવલોકન કરવાની પણ દરખાસ્ત છૈ.

સરકાર ટૂક સમયમાં નવી ઇ-કોમર્સ પોલીસીનો અમલ કરશે. જેમાં ડેટા આપવા અંગે કડક નિયમો આવશે. જેનાથી એમેઝોનને અસર પડી શકે છે.  વાર્ષિક ૧૦૦ અબજ ડોલરનાં નવા વિદેશી રોકાણનાં લક્ષ્યાંક સાથે નવી ઓદ્યોગિક નીતિની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઇ રહી છે. ટ્રેડવોરના પગલે અમેરિકા તથા ચીન સાથેનાં વિદેશ વ્યાપાર બાબતે પણ નક્કર પોલીસી બનાવવાનીજરૂર પડશે. જે ભારતને મોંઘુ ક્રુડતેલ ખરીદવાની મજબુરી સામે રક્ષણ આપશે.

આ તમામ મુદ્દાઓ ઉપરાંત મતદારોને ખુશ કરવા માટે અપાયેલા વચનો, ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાયેલા મુદ્દાઓ, પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કર માફી, GST ના માળખાને સરળ બનાવવાની ખાતરી, ટુરીઝમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જેવા મુદ્દઓને પણ સામેલ કરવામાં આવશે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ૨૦૨૪ સુધીમાં નવા ૧૦૦ લાખ કરોડ ફાળવવાનું વચન અપાયું છે.

જો આનો અમલ કરવો હોય તો અત્યારથી જ તેનો અમલ શરૂ કરવો પડે તેમ છે. આવક વેરા કાનુનમાં સંશોધન કરવાની પણ સંભાવના વ્યક્ત થઇ રહી છે. અને આ બધું જ વૈશ્વિક મંદી, ક્રુડતેલનાં ભાવ  અને ચીન- અમેરિકા જેવા દેશોના જંગ સાથે સંતુલન સાધીને કરવાનું છે. અપાયેલાં વચનોનો અમલ તુરંત કરવો ઘણો અઘરો છે પણ કહેવાય છે ને જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ..! હવે જ્યારે વિશ્વાસ મુક્યો જ છે ત્યારે આશા પણ તેમની પાસે જ રાખવાની રહે છે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.