Abtak Media Google News

કચરો વિણતી મહિલાની ૧૪ વર્ષની પુત્રી પર રેસકોર્સમાં દુષ્કર્મ આચરતા બે નરાધમ શખ્સના કૃત્યને હળવાશથી લઇ ન શકાય: કોર્ટ

શહેરના રેસકોર્ષના મેદાનમાં ૧૪ વર્ષની માનસીક અસ્થિર મગજની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતિ બનાવવાનો કેસ સ્પે.અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે બે નરાધમ શખ્સને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુમાં શહેરમાં રહેતી અને કચરો વિણી ગુજરાન ચલાવતી મહીલાની ૧૪ વર્ષની માનસીક અસ્થિર મગજની પુત્રીને રેસકોર્ષના મેદાનમાં અવવારુ સ્થળે લઇ જઇ વર્ષ ૨૦૧૬માં દુષ્કર્મઆચરીને ગર્ભવતી બનાવવામાં કેવડાવાડી વિસ્તારમાં રહેતો મહેશ નટવર ગોંધીયા અને જેસીંગ ઉર્ફે જયલો લાલજી સોલંકી નામાના શખ્સો સામે પ્રોકસોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલ.

મેજીસ્ટ્રેેટ સમક્ષ તેનું નિવેદન પણ નોંધાવેલું હતું. આ દરમ્યાન ભોગ બનનારને અધુરા મહીને પ્રસવ પીડાનો દુ:ખાવો ઉપડેલો હતો ત્યારે તેના પેટામાં સાડા સાત માસનો ગર્ભ હતો અને ગર્ભાશયનું મુખ પણ ખુલી ગયેલ હતું. આ રીતે ભોગ બનનારને અધુરા માસે પ્રસુતિ કરાવવામાં આવેલી હતી અને તેણીના ભૃણને ડી.એન.એ. ટેસ્ટ માટે સાચવી રાખવામાં આવેલી.

કૃત્ય કરનાર મહેશભાઇ નટવરભાઇ ગોંધીયા અને જેશીગ ઉર્ફે જયલો લાલજઇભાઇ સોલંકી હતા. તે દરમ્યાન ભોગ બનનારના ભૃણના ડી.એન.એ. પરીક્ષણનો રીપોર્ટ આવી જતાં આ બાળકીનો પિતા મહેશ નટવરલાલ ગોંધીયા હોવાનું ફલીત થયેલ હતું. તપાસનીષ અધિકારીએ આ રીતની તપાસના અંતે બંને આરોપીઓ વિરુઘ્ધ નામ. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલી હતું.

આ અંગેનો કેસ પોકસો સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર તરફે પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઇ વોરાએ પુરાવા રજુ કરી ફરીયાદી માતા અને ભોગ બનનાર બાળકીની જુબાની નોંધાવેલી હતી.

નરાધમ આરોપીઓને ઇશારાથી ઓળખી બતાવેલા હતા. કાયદાની વિશિષ્ટ જોગવાઇ મુજબ નાબાલિક અને માનસિક અસ્થિર ભોગ બનનારની જુબાનીનું મુલ્યાંક અને અર્થઘટન વિશેષ પ્રકારે કરવાનું હોય છે તે અંગે રજુઆતો કરી બંને આરોપીઓને તકસીરવાન ઠરાવવા દાદ માંગેલ હતી.

સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટે આપેલા ચુકાદાઓ ઘ્યાનમાં લેતા ભોગ બનનાર જયારે કોઇ વ્યકિતને તેણી ઉપરના બળાત્કારી તરીકે ઓળખી બતાવે ત્યારે અાવી જુબાની ખોટી પાડવામાં  ન આવે.

સરકાર તરફેની આ રજુઆતો ઘ્યાનમાં લઇ પોકસો કોર્ટ માં સ્પેશ્યલ જજ બાબી બંને આરોપીઓને પોકસોની કમલ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની કેદની સજા અને દરેકને રૂ. ૧૦ હજાર નો દંડ ફરમાવેલ છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.