Abtak Media Google News

રોકડ રૂ. ૮૨,૪૦૦, કાર, મોટર સાઇકલ તથા મોબાઇલ ફોન મળી રૂ. ૩.૨૦ લાખનો મુદામાલ કબજે

પોરબંદરના રાતિયા ગામે નાલ ઉઘરાવી રહેણાંક મકાનમાંથી જુગાર ધામ ઝડપાયું છે. જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૦ને દબોચી લેવાયા છે અને રોકડ સહિત કુલ ૩.૨૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

પોરબંદર એલસીબીને  મળેલ ચોક્કસ બાતમીને આધારે, પોરબંદર રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસે રહેતા આરોપી કુંભાભાઇ વિરાભાઇ કરમટા ઉ.વ.૪૦ રહે. રાતીયાનેસ નિશાળની બાજુમા તા.જી.પોરબંદર વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે  નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હતો જે  જગ્યાએ રેઇડ કરતા કુલ ૧૦ આરોપીઓ રેઇડ દરમ્યાન પકડાઈ ગયેલ છે અને તમામ વિરૂધ્ધ માધવપુર પો.સ્ટે મા જુગાર ધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

જુગાર રમતા  કુંભાભાઇ વિરાભાઇ કરમટા,નાથા અજાભાઇ મોરી  ,પુંજાભાઇ ટાભાભાઇ મોરી,રામા દુદાભાઇ મોરી(રહે ચારેય રાતીયાનેસ તા.જી.પોરબંદર), રામભાઇ બાબુભાઇ ઓડેદરા( રહે. કુતિયાણા ),અફઝલ ઉર્ફે રાજુ ઉસમાનભાઇ લાકડીયા( રહે. ભાવનગર),જાગૃતિબેન  જોષી ( રહે. છાયા પોરબંદર), ભારતીબેન  પરમાર (રહે. બોખીરા પોરબંદર), ભેનીબેન  જોષી (રહે. બ્રાહ્મણ સોસાયટી પોરબંદર) તરૂણાબેન  ગોસ્વામી (રહે. સત્યનારાયણ મંદિર સામે ગલીમા પોરબંદર.)વાળાને એલસીબીના સ્ટાફે દબોચી લીધા છે.રોકડા રૂ.૮૨,૪૦૦,  મો.ફોન-૯, કિ.રૂ.૧૩,૦૦૦/- તથા  મારૂતિ સુઝુકી ઇકો કાર-૧, કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા હોન્ડા કંપનીનુ સાઇન મો.સા.-૧ કિ.રૂ.૨૫૦૦૦/- મળી *કુલ રૂા.૩,૨૦,૪૦૦*/-ના મુદામાલ કબ્જે કર્યો છે.

કામગીરી પોરબંદર એલસીબીઆઇ એમ.એન. દવે, પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, વિગેરે રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.