Abtak Media Google News

દાદરા નગર હવેલીના બોનતા ગામ અને કિલવણી ગામ વચ્ચે મીની બસ પલ્ટી મારતા ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા,પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી રાંધા તરફ જઈ રહેલ પેસેન્જર ભરેલ મીની બસ કિલવણી ગામથી થોડે દુર બોનતા ગામ વચ્ચે મીની બસ નંબર ઉગ-૦૯-૯૨૨૩ ટેકરો ચડી રહી હતી,તે સમયે અચાનક સ્ટીયરીંગ લોક થઇ જવાને કારણે બસ અચાનક પલ્ટી મારી ગયી હતી જે ઢાળવાળી જગ્યા પર બે પલ્ટી મારી ગયી હતી,જેમા સવાર ૨૫ જેટલા મુસાફરો હતા,જેઓને ગામના આજુબાજુના લોકો દોડી આવતા મીનીબસના પાછળનો કાચ તોડી મુસાફરોને કાઢવામા આવ્યા હતા,આ ઘટનામા ૧૦થી વધુ મુસાફરો ઘાયલ થયેલ હતા જેઓને ૧૦૮એમ્બ્યુલન્સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા,ઘણભાગના લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી,બસના કલીનરને માથાના ભાગે ઇજા થઇ હતી,ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ સાંજે ટેમ્પો ટ્રેક્સ પલ્ટી મારી જતા ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા,બુધવારના રોજ રાત્રે બેડપા ફાટક નજીક ઇલેક્ટ્રીક વિભાગનો ટેમ્પો ટ્રેક્સ પલ્ટી મારી જવાને કારણે ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી,જેને સારવાર અર્થે ખાનવેલ હોસ્પિટલમા લઇ જવામા આવ્યો હતો,ગુરુવારના રોજ બપોરે કિલવણી નજીક મિનીબસ પલ્ટી મારવાના કારણે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે,પ્રસાશન દ્વારા જાહેરમાર્ગ પર અને અંતરિયાળ વિસ્તારમા જે વાહન ચાલકો ખીચોખીચ ભરીને લઇ જતા મુસાફરોને કારણે વારંવાર અકસ્માતો થતા રહ્યા છે જેમા કેટલાક મુસાફરોના જીવો પણ ગયા છે,જેથી પ્રસાશન દ્વારા આવા આડેધડ ભરીને લઇ જતા વાહનચાલકો સામે આંખ આડા કાન કરવામા આવી રહ્યુ છે જે ભવિષ્યના દિવસોમા જોખમકારક છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.