Abtak Media Google News

શેરબજારમાં લાંબાગાળાના રોકાણકારોને અદભુત વળતર

લાંબાગાળાના રોકાણના અદભુત વળતરનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત

ભારતનું મુડીબજાર રોકાણકારો માટે ખુબ જ સારું વળતર આપનાર લાભના પટારાની જેમ રોકાણકારોની મુડીનું ૩૦૦ થી ૪૦૦ ગણુ વળતર આપનારું બની ગયું છે. સોમવારે સેન્સેકસ ૩૯ના જાદુઈ આંકડાને પાર કર્યું હતું ત્યારે લાંબાગાળાના રોકાણના અદભુત વળતરનો પણ નવો રેકોર્ડ સર કર્યો હતો. મુંબઈ સેન્સેકસમાં ૪૦ વર્ષ અગાઉ ૧, એપ્રીલ ૧૯૬૯ કરેલું ૧ લાખ રૂપિયાનું રોકાણ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩.૯ કરોડ સુધી પહોંચી ગયું છે.

શેરબજારના એસીના લખપતી રોકાણકારો અત્યારે કરોડપતિ બની ગયા છે. વિશ્વ બજાર અને તેજીની અસર હેઠળ સેન્સેકસમાં ૨૦૦ પોઈન્ટની તેજી સાથે ૩૮,૮૫૯નો નવો રેકોર્ડ નોંધયો છે ત્યારે એક જ દિવસમાં ૧૯૯ અંકની તેજી પણ સેન્સેકસમાં જોવા મળી હતી. શેરબજારની તેજીમાં રોકાણકારો બજારના ઉતાર-ચઢાવ વચ્ચે બજારની તેજી સાથેનો મહતમ લાભ લઈ રહ્યા છે.

મુડીબજારમાં જે ગ્રાહકો બજાર સાથે લાંબાગાળા સુધી જોડાઈ રહે છે તેને તેજીનો લાભ મળતો જ રહે છે પરંતુ જે લોકો બજારમાંથી નિકળી જાય છે તે લોકોને તેજીનો લાભ મળતો નથી. છેલ્લા ૪૦ વર્ષમાં શેરોની કિંમત જોઈને રોકાણકારોને સારા રોકાણકારોના લાભ ઓછા મળ્યા છે. બજારમાં અનેક પરીબળોની હંગામી અસર રહેતી હોય છે પરંતુ જે રોકાણકારો લાંબાગાળાનું રોકાણ કરે છે તેમને લાભ થતો હોય છે.

આપણા દેશની વાત કરીએ તો બે મહત્વની ઘટનાઓની અસર બજાર પર અનઅપેક્ષિત ધોરણો પર જોવા મળી હતી. પૂર્વ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા અણુપ્રયોગો, ૯/૧૧ અને ૨૬/૧૧ના આતંકી હુમલાઓ જેવી ઘટનાઓની અસર થાય છે તેમ છતાં શેરબજારે સતત ૭ ટકાનું વળતર આપ્યું છે. આ સમયગાળા દરમ્યાન સોનામાં ૯ ટકાના દરે લાભ મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.