કૃષિ ક્ષેત્રના વિકાસ માટે 1 લાખ કરોડની ફાળવવામાં આવશે: નાણાં મંત્રી

સરકારના 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે
ત્યારે નાણાંમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે
* 8 જાહેરાતો કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર કરાશેઃ નાણાં મંત્રી
* નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ખેડૂતો લોકડાઉન દરમિયાન પણ કામ કરતા રહ્યાં.
* લોકડાઉનમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા
કૃષિના પરંપરાગત ઢાંચા માટે એક લાખ કરોડ આપશે સરકાર.
* આ પૈસા એગ્રીગ્રેટર્સ, એફપીઓ, પ્રાઈમરી એગ્રીકલ્ચર સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે આપવામાં આવશે જેમ કે કોલ્ડ સ્ટોરેજ.
* ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે.
* વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે.
બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર.
* મછીમારોને નવી નોકરીઓ આપવામાં આવશે
* નાણાં મંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, કોરોનાના કારણે તેને તાત્કાલિક લાગુ કરાઈ રહી છે.
* માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે.
* તેેનાથી ભારતની નિકાસ બેગણી વધીને 1 લાખ કરોડ રૂપિયાની થઈ જશે. અગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે

Loading...