Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન અને સેન્ટ્રલ એકસાઈઝદિનની જેમ જીએસટી દિવસની થશે ભવ્ય ઉજવણી

૧લી જુલાઈથી દેશમાં આઝાદી બાદ ઐતિહાસિક ટેકસ સુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીનો અમલ થવા જઈ રહ્યો છે. ૩૦મીની મધરાત્રે સરકાર આઝાદી જેવો જશ્ન મનાવશે. જે સ્થળે આઝાદીની જાહેરાત થઈ હતી. તે જગ્યાએ જીએસટીનો મધરાત્રે જાહેર કરી મોદી સરકાર આ ઐતિહાસિક ટેકસ સુધારા તરીકે એક કર એક માળખુ જીએસટીની અમલવારી કરશે. આ સાથે જ ૧લી જુલાઈને ‘જીએસટી દિવસ’ તરીકે ઉજવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.

રેવન્યુ વિભાગ અને કેન્દ્રીય નાણા મંત્રાલયે જાહેર કરેલા એક નોટિફીકેશનમાં કહ્યું છે કે, જીએસટીને સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસની તમામ વિભાગોની ઓફિસમાં જે રીતે ઈન્ટરનેશનલ કસ્ટમ ડે અથવા સેન્ટ્રલ એકસાઈઝ ડેની ઉજવણી કરાય છે. તે જ રીતે જીએસટીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે.

ગુડસ એન્ડ સર્વિસ ટેકસની અમલવારી માટે સરકાર સજ્જ થઈ ચુકી છે. આ અંતર્ગત ટેકસ માળખામાં ઘરખમ ફેરફારો નોંધાશે. આઝાદી મળ્યા બાદ પ્રથમ વખત ટેકસ સુધારા થવા જઈ રહ્યા છે. જો કે, આ સુધારાઓને લઈને ઉધોગો, વેપારીઓમાં ચિંતા પ્રવર્તી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.