Abtak Media Google News

આંતરરાજય વેપારની સાથોસાથ રોજગારીની તકો વિશાળ પ્રમાણમાં ઉદ્ભવિત થશે: ‘લેન્ડ એકવાયરીંગ’ પ્રોસેસને ઝડપી બનાવાઈ

સમગ્ર દેશમાં જમ્મુ-કાશ્મીર એકમાત્ર એવો પ્રાંત છે કે જયાં અનેકવિધ પ્રકારની સુવિધાઓ અને કુદરતી સવલતો અને સંપતિ હોવા છતાં જે રીતે વિકાસ થવો જોઈએ તે રીતે વિકાસ થયો નથી. આતંકી પ્રવૃતિથી વિખ્યાત બનેલા કાશ્મીરનાં કાયાપલટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક ઉદારીકરણ દ્વારા ૫૭ હજાર એકરનું ઈન્ડસ્ટ્રીયલ ફલ્સટર રેડી કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિ અને તે પહેલાની સ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ લેફટનન્ટ ગર્વનર તરીકે સત્યપાલ મલિકની નિયુકિત કરવામાં આવી હતી. તેઓ મિલિટ્રી માનસિકતા ધરાવતા હોવાથી જે રીતે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની દ્રષ્ટિએ કાયાપલટ કરી ત્યારે આર્થિક રીતે જમ્મુ-કાશ્મીરને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારનાં નાણા મંત્રાલયનાં ભૂતપૂર્વ સેક્રેટરી ગીરીશચંદ્ર મુર્મુ એટલે કે જી.સી.મુર્મુને જમ્મુ-કાશ્મીરનાં લેફટનન્ટ ગર્વનર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. તેઓની નિયુકિત પાછળ જો વિચાર વિમર્શ કરવામાં આવે તો જમ્મુ-કાશ્મીરની હાલ આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળેલી અને નબળી હોવાથી ફરીથી તેને વિકસિત કરવામાં આવે તે હેતુસર નિયુકિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં જે સામાજિક પ્રશ્ર્નો પ્રર્વીતત છે તેનો નિકાલ માત્રને માત્ર આર્થિક રીતે જ પૂર્ણ કરી શકાશે જેથી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કોઈ ૫૭,૦૦૦ એકરનું ઈન્ડસ્ટ્રીયલ ફલ્સટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીરમાં ૧૫,૦૦૦ એકર અને જમ્મુમાં ૪૨,૫૦૦ એકર જમીનને નિર્ધારીત કરવામાં આવી છે ત્યારે આ તમામ જમીનોને વહેલાસર અંકે કરવા માટે તમામ ગતિવિધિઓ અને તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે કે ઈન્ડસ્ટ્રીયલ ફલ્સટર બનતાની સાથે જ આંતર રાજય વેપાર માટેનાં દ્વારો ખુલશે જેમાં અન્ય રાજયોનાં ઉધોગપતિઓ તેમની ફેકટરી જમ્મુ-કાશ્મીરમાં ખોલી શકશે અને આર્થિક વિકાસ તરફ જમ્મુ-કાશ્મીર માટે કાર્ય પણ કરશે. મોદી સરકારની બીજી ટર્મ ચાલુ થતાની સાથે જ રોડ અને પરીવહન મંત્રી નીતિન ગડકરીએ ૫૦ કરોડનાં ખર્ચે સિકસ-લેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી. મોદી સરકારનું માનવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં હાલ જે રીતે સામાજીક મુદ્દો વકરી રહ્યો છે તેને નિવારવા માટે આર્થિક રીતે જો જમ્મુ-કાશ્મીરને વિકસિત કરવામાં આવે તો ઘણી ખરી સમસ્યાનો અંત આવી જશે. ગીરીશચંદ્ર મુર્મુ કેન્દ્ર સરકારનાં નાણા મંત્રાલયમાં મુખ્ય સચિવની ભૂમિકા ભજવતા હતા જેથી તેઓને ખ્યાલ છે કે, જમ્મુ-કાશ્મીર વિસ્તારને આર્થિક રીતે કેમ સઘ્ધર બનાવી શકાય.

7537D2F3 10

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડસ્ટ્રીયલ ફલ્સટર બનતાની સાથે જ અનેકવિધ ક્ષેત્રો વિકસિત થશે. સાથો સાથ રોજગારીની તકો પણ ઉજાગર થશે જે સ્થાનિક અર્થવ્યવસ્થા માટે અત્યંત મદદરૂપ અને આશીર્વાદરુપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. આ તકે જમ્મુ-કાશ્મીરનાં ડિવિઝનલ કમિશનર બસીર અહેમદ ખાને  માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ તમામ જમીનોની પરખ કરી લેવામાં આવી છે અને વહેલાસર તેને એકવાયર કરવા માટેનાં પગલાઓ ભરવામાં આવશે. જેથી જમ્મુ-કાશ્મીરનો વિકાસ ઝડપથી થઈ શકે. લેન એકવીઝીશન માટે તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. કુદરતી સંપતિથી સુસજજ જમ્મુ-કાશ્મીરમાં જયારથી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો લાભ સ્થાનિક લોકો અને સ્થાનિક ઉધોગપતિઓને મળવાપાત્ર રહેશે તે સમયથી જમ્મુ-કાશ્મીરમાં આર્થિક પુર વેગે આગળ વધશે અને પ્લેસમેન્ટ પણ અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થશે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જી.સી.મુર્મુને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને બખુબી રીતે કેમ પૂર્ણ કરાય તે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.