Abtak Media Google News

સ્વછતા એપ ડાઉનલોડ, ફરિયાદ અપલોડ અને ફીડબેક આપી તંત્રને મદદરૂપ થાય તેવા હેતુી રાજકોટ શહેરીજનોના સહકારી ૧.૪૬ લાખ એપ ડાઉનલોડ યેલ છે, રાજકોટ મહાનગરપાલિકા અને સૌ રાજકોટવાસીઓએ સાથે મળીને આ બાબતમાં હજુ વધુને વધુ એપ ડાઉનલોડ કરે અને ફીડબેક આપે જેનાથી રાજકોટ મહાનગરપાલિકા વધુ સારી રીતે સ્વચ્છતાને લગતા પ્રશ્નોનો નિકાલ કરી શકે. જેમાં વહીવટી તંત્ર અને નાગરિકો એકબીજાને સહયોગ આપશે તો શહેરમાં ચોક્કસપણે નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવો વિશ્વાસ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વ્યક્ત કર્યો હતો.

મ્યુનિ. કમિશનરે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, આ મોબાઈલ એપ કેટલી ઉપયોગી છે તે સૌએ જાણવું જોઈએ અને જે લોકોને આ એપ વિશે માહિતી ની તેઓને તેનાી વાકેફ કરવા જોઈએ અને તેઓ એપ ડાઉનલોડ કરી તેનો ખરા ર્અમાં ઉપયોગ કરે તે માટે પ્રેરવા જોઈએ. સ્વછતા એપ ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે, ઓનલાઈન ફરિયાદ કરી શકે અને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય છે. સ્વછતા એપ મારફત થતી ફરિયાદ નોંધણી માટે એક નેશનલ સિસ્ટમ બનાવવામાં આવેલ છે અને આપના ફીડબેક મારફત મહાનગરપાલિકા આ એપ પર નોંધાતી ફરિયાદોનો પણ ઝડપી નિકાલ કરે છે.

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરની જાહેર જનતાને એક અપીલ કરતા એમ કહ્યું હતું કે, સ્વછતાની બાબતમાં લોકો વધુ ને વધુ જાગૃત થાય અને ગંદકી કચરો અંગેની ફરિયાદ નોંધાવવાની બાબતમાં યેલા ટેકનોલોજિકલ આવિષ્કારનો તેઓ મહત્તમ લાભ ઉઠાવે તે આજના સમયની માંગ છે. આ માટે “સ્વછતા એપ ખુબ જ ઉપયોગી પૂરવાર થાય છે. લોકો પોતાના મોબાઈલ ફોનમાં “પ્લે સ્ટોરમાં જઈને

ડાઉનલોડ કર્યા બાદ શહેરમાં જો ક્યાય કચરો કે ગંદકી દેખાય તો તેનો ફોટો પાડી “સ્વછતા એપ ઉપર અપલોડ કરવાી ૨૪ થી ૪૮ કલાકમાં મહાનગરપાલિકા દ્વારા આપે કરેલ ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. અપલોડ કરાયેલી ફરિયાદનો નિકાલ થયા બાદ લોકો મહાનગરપાલિકાના કાર્ય બાબતે સારો ફીડબેક પણ આપે તે જરૂરી છે.

લોકોએ આ તમામ પ્રક્રિયા તેમના મોબાઈલ ફોન મારફત જ કરવાની થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.