સાડા પાંચ મહિના બાદ ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ કરદાતાઓને અપાયું : સીબીડીટી

પડતર રિફંડ ની ફરિયાદ નિવારી ૩૦ લાખ કરદાતાઓને રિફંડ પરત

વૈશ્વિક મહામારીના પગલે દેશની અર્થવ્યવસ્થા ડામાંડોર પરિસ્થિથીમાં જોવા મળી રહી છે.

આ તકે દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ સુદ્રગ્ધ બનાવા સરકાર પૂરતા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી કરદાતાઓની રિફંડના પ્રસને ઘણી ફરિયાદો ઉદ્ભવીત થતી હતી. હાલની સ્થિતિ જોતા જે તરલતા હોવી જોઉએ તે જોવા મળતી નથી જેથી ઘણી તકલીફનો સામનો દેશ અને દેશવાસીઓ એ કરવો પડે છે.

રિફંડ ના પ્રસન્ન ને નિવાડી સીબીડીટીએ દેશના ૩૦ લાખ જેટલા કરદાતાઓને રિફંડ પેટે ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું છે.

બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧એપ્રિલ થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકકવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જે પૈકી પીઆઇટી એટલે વ્યક્તિગત આવકવેરા કરનું રિફંડ ૩૧૭૪૧ હજાર કરોડ કે જે કુલ ૨૯.૧૭ લાખ કરદાતાઓને ચુકવવામાં આવ્યું હતું. જ્યારે કોર્પોરેટ ટેક્સ ફંડ પેટે સીબીડીટીએ ૭૪૭૨૯ હજાર કરોડ રૂપિયાનું રિફંડ ૧.૭૪ લાખ કરદાતાઓને આપ્યું છે. સીબીડીટીના સંપર્ક સૂત્રો દવારા પ્રાપ્ત માહિતી મુજબ  અસરે સાડા પાંચ મહિનામાં બોર્ડએ ૧,૦૬,૪૭૦ કરોડ રૂપિયા નું રિફંડ કરદાતાઓને આપ્યા હોવાનો જાણવા મળી રહ્યું છે.

આવકવેરા વિભાગ ખાતે અનેક વિધ રિફંડના પડતર કેસો નો નિકાલ કરી કરદાતાઓને બાકી રહેતા રેફંડને ચુકાવમાં આવ્યા છે. જે પૈકી  આવકવેરા ના ૨૯,૧૭,૧૬૯ લાખ કેસો માટે કુલ રિફંડની ચુકવણી ૩૧૭૪૧ હજાર કરોડ રૂપિયા કરવામાં આવી છે , જ્યારે કોર્પોરેટ ટેક્સ પેટે પડતર રહેલા ૧,૭૪,૬૩૩ કેસોની સામે કુલ રિફંડ ૭૪૭૨૯ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. બોર્ડનું માનવું છે કે હાલ જે અવકવેરામાં સુધારાઓ કરવામાં આવ્યા છે તેનાથી અનેક વિધ પ્રસનો નું ત્વરિત નિરાકરણ થઈ શકશે અને કરદાતાઓને પણ કોઈજ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે .

Loading...