Abtak Media Google News

પ્રખર જીવદયા પ્રેમી વસંતબેન મોદીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે

છેલ્લા થોડા વર્ષોથી જીવદયા ગ્રુપ રાજકોટ શહેરમાં જીવદયાની પ્રવૃતિ તથા માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. રાજકોટની આજુબાજુની પાંજરાપોળમાં આશ્રય લઇ રહેલ અબોલ, નિરાધાર, બિમાર ગૌમાતાઓને અને અન્ય પશુઓને ઘાસચારો, ઘંઉના લાડવા વગેરે સહાયના કાર્યો દાતાના કાર્યો દાતાના અને જીવદયાપ્રેમીઓના સહકારથી કરી રહી છે.

જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટીયા પાસે છેલ્લા નવ માસથી કચ્છથી આવેલ ર૦૦૦ થી વધુ ગૌ માતાઓ અને ૧૦૦ જેટલા માલધારીઓ ધાસનાં અભાવે પાણીની તકલીફને કારણે રાજકોટમાં આશરો લઇ અને સુખી સંપન્ન સંપન્ન દાતાઓ અને જીવદયાપ્રેમીઓ રોજનું આશરે ૧ લાખ  રૂપિયા જેટલું ઘાસચારો આપી રહ્યા છે.

રાજકોટના જૈન મહીલા અગ્રણી પ્રખર જીવદયાપ્રેમી વસંતબેન એન.મોદીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે મોટી પરિવાર તથા જીવદયાગ્રુપ ના સેવા સારથીઓ અને જંકશન પ્લોટ સ્થાન. જૈન સંઘ તરફથી ર૦ હજાનર કિલો ઘાસ અર્પણ કરવાનો કાર્યક્રમ તા. ર૬ રવિવાર સવારે ૭.૩૦ કલાક ન્યારા ગામના પાટીયા પાસે જામનગર રોડ ખાતે તથા ૨૫૧ મણ એટલે કે પ૦૦૦ કિલો મોટા વડાળા ગૌશાળાની ગાયોને પણ અર્પણ કરવામાં આવશે.

આ કાર્યમાં બી.એ.પી. એસ. ના પૂ. અપૂર્વમુની સ્વામી ઉ૫સ્થિત રહી કાર્યકરો અને અબોલ જીવોને આશીવચન પાઠવશે. આ ઉપરાંત રાજકોટ લોકસભાના નવનિર્વાચીન સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ચેરમેન રાષ્ટ્રીય કામધેનું આયોગના ડો. વલ્લભભાઇ કથીરીયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ગ્રામ્ય પોલીસ વિભાગના સુપ્રી. બલરામ મીણા, સીવીલ હોસ્પિટલના અધિક્ષક મનીષભાઇ મહેતા, ડીન ડો. ગૌવરીબેન ધ્રુવ અને જૈન સમાજના અગ્રણી નીતીનભાઇ કામદાર ઉ૫સ્થિત રહી અબોલ જીવોને ધાસચારો અર્પણ કરશે.

આ કાર્ય માટે જીવદયા ગ્રુપના ઉપેનભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સંઘ્યાબેન મોદી, ભીખુભાઇ ભરવાડા, નીરવ સંઘવી, હર્ષદ મહેતા, હીતેશ દોશી, અમીત દેસાઇ, પારસ મોદી, ભરત બોરડીયા, રમેશ દોમડીયા, પ્રકાશ મોદી, હીરેન કામદાર, સમીર કામદાર, વિરેન્દ્ર સંધવી, પરીન સંધવી, નીલેશ દોશી, વીજય દોશી, આરતી દોશી, અલ્કા બોરડીયા, જીજ્ઞા મોદી, હીના સંઘવી, બકુલા શાહ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તે અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ જીવદયા ગ્રુપના કાર્યકરોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.