Abtak Media Google News

અનુષ્કા શર્મા તેની આવનારી ફિલ્મ ‘જીરો’ને લઈ ખૂબ જ ઉત્સાહીત છે. આનંદ એલ. રાયના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ ‘જીરો’માં અનુષ્કા એક  દિવ્યાંગની ભૂમિકા ભજવી રહી છે. શાહરૂખખાન અને અનુષ્કા શર્મા ઉપરાંત ફિલ્મમાં કેટરીના પણ ‘જીરો’નો ભાગ છે. જો કે, અનુષ્કાએ ‘જીરો’ બાદ અન્ય કોઈ પ્રોજેકટ સાઈન કર્યો નથી એવી અટકળો છે કે તે સંજયલીલા ભણસાલીની ફિલ્મ સાઈન કરી શકેછે.

અનુષ્કા માટે આ વર્ષ બેહતરીન સાબિત થયું છે. પહેલા તો તેમનાબેનર નીચે તૈયાર થયેલી ફિલ્મ ‘પરી’એ સફળતા મેળવી ત્યારબાદ એક રોમેન્ટીક ડ્રામામાં વરૂણ ધવન સાથે જોવા મળી અને હવે શાહરૂખખાન સાથેજીરોમાં જોવા મળશે. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંજય લીલાભણસાલીની આગામી ફિલ્મમાં હિરોઈન તરીકે અનુષ્કા શર્માને લેવામાં આવશે. મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તૈયાર થઈ ચૂકી છે અને સંજય લીલા ભણસાલીફિલ્મમાં અનુષ્કાને લેવા માંગે છે.

મહત્વનું છે કે નવા વર્ષની શરૂઆતમાં જ સલમાને સંજય લીલાભણસાલી સાથે કામ કરવાની તૈયારી બતાવી હતી. એવો પણ અંદાજ છે કે તેણે જ અનુષ્કાનુંનામ સુચવ્યું છે. આ અગાઉ સુલતાનમાં આ બંને સાથે જોવા મળ્યા હતા. સલમાનખાન સંજયલીલા ભણસાલીની ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે ૨૦૨૦માં ઈદના દિવસે ફિલ્મ રિલીઝ થાયતેવી શકયતા છે. જો કે સંજય લીલા ભણસાલી ફિલ્મને પ્રોડયુસ કરશે કે નિર્દેશક તરીકેકામ કરશે તેની જાણ નથી પરંતુ અગાઉની ફિલ્મોની જેમ જ આ ફિલ્મ પણ ફેમિલિ ડ્રામાં હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.