Abtak Media Google News

બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દુબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં

હાર્ટ એટેક આવતા શ્રીદેવીની તબિયત અચાનક લથડી હતી અને તેમનું મોત થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એક્ટ્રેસના પાર્થિવ દેહને કાર્ગો અથવા પ્રાઈવેટ જેટથી મુબંઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. શ્રીદેવાના દેહનું દુબઈમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે અને તેના અંતિમ સંસ્કાર આવતી કાલે કરવામાં આવે તેવી શક્યતા છે.

એક્ટ્રેસના ઘરની બહાર ફેન્સની ભીડ ભેગી થઈ ગઈ છે. શ્રીદેવી દીકરી જ્હાનવીની ડેબ્યૂ ફિલ્મ ધડક ન જોઈ શકી. આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં જ રિલીઝ થવાની હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.