Abtak Media Google News

21 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થાય છે નવ દિવસના ઉત્સવોની ઉજવણીમાં ઘણા ભક્તો ઉપવાસ કરશે. જ્યારે ઘણાં ઘરો, ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં, ડુંગળી, લસણ, આખા અનાજ, બિન-શાક, મીઠું, કઠોળ અને અમુક મસાલા અને શાકભાજીનો ઉપયોગ કર્યા વગર પ્રતિબંધિત આહારનું પાલન કરે છે. જોકે, દૂધ માઠી બનવેલ વાનગી આરોગતા હોય છે, તહેવાર દરમિયાન વિવિધ પ્રકારની દૂધની વાનગી બનવાનું વિચારતા હોય છે. દૂઘ માઠી પનીર અને પનીર માથી કઈ અને કેવી વાનગી બનાવી એ અમે આપણે જણાવશુ,

પનીરએ લોકપ્રિય શાકાહારી ઉપાય છે, અને એક પનીર માથી અસંખ્ય વાનગી તૈયાર કરી શકાય છે. ઉપવાસના સમયગાળા દરમિયાન, તમે પનીરનો ઉપયોગ લિપ-સ્મેકિંગ કબાબ, કોફ્ટા કરી, પનીર પકોડા , પનીરનું શાક  અને પનીરની ગ્રેવી જેવી અનેક વાનગી બનાવી શકાય છે. હવે અમે તમારા માટે પનીરની નવી વાનગી રજૂ કરીએ છીએ..

  1. પનીર ટિકી

સામગ્રી

  • પનીર : 200 ગ્રામ
  • બાફેલ બટાટા : 200 ગ્રામ
  • સિંગોળાનો લોટ : 1 કપ
  • મરચું :  1 ચમચી
  • લીલું મરચું : 1 ચમચી
  • તુલસી : 1 ચમચી
  • તળવા માટે શુધ્ધ ઘી
  • સ્વાદ અનુશાર નિમક
  • રીત : એક પ્લેટમાં પનીર , બટાટા, સિંગાળાના લોટ , નિમક , મરચું, લીલું મરચું, અને તુલસીને ભેળવી અને હાથ વડે નાની નાની ગોળ ગોળ ટિકી બનાવી લ્યો, ત્યાર બાદ ફ્રાઇંગ પેનમાં ઘી ધીમી આચે ટિકીને ફ્રાઈ કરો, હવે ચટણીસાથે ગરમા ગરમ નાસ્તો આપો.

2 પનીર પિઝા

  • સામગ્રી :
    પીઝા – ૪
    પનીર – ૧ કપ
    શિમલા મરચું – ૧ ચમચી
    બટર – ૨ ચમચી
    ટોમેટો કેચપ – ૪ ચમચી
    પીઝા સોસ – ૨ ચમચી
    લીલા મરચા – ૨
    ઓરેગાનો – ૨ ચમચી
    મીઠું સ્વાદ અનુસાર
    લાલ શિમલા મરચું – ૧/૨ ચમચી
    સ્વીટ કોર્ન – ૧/૨ કપ
    તાજી ક્રિમ – ૧ કપ

રીત : સૌથી પહેલા ઓવનને ૨૫૦ ડિગ્રી પર ૫ મિનિટ માટે હીટ કરો. ત્યાં સુધી ચાર પીઝા પર ૧ ચમચી ટોમેટો કેચપ અને ૧/૨ ચમચી પીઝા સોસ લાગવો. ત્યારબાદ છીણેલુ ચીઝ, ક્રિમ અને બટરને ચાર અલગ-અલગ ભાગોમાં વહેચી દરેક પીઝા ફેલાવી લો. હવે બારીક સમારેલ લીલા મરચાને શાક સાથે ફેલાવી લો. ત્યારબાદ ઉપરથી પનીરના ટુકડા મૂકો. ત્યારબાદ ઓરેગાનો અને મીઠું નાખો. હવે એક-એક કરી તૈયાર પીઝા ઓવનમાં રાખી ૪-૫ મિનિટ સુધી રાંધો. જ્યારે ચીઝ પીગળી જાય ત્યારે ઓવન બંધ કરી દો.આ પ્રકારે બધા પીઝા તૈયાર કરી લો. તૈયાર છે પનીર પીઝા

3 પનીર અફઘાની

  • સામગ્રી :
  • પનીર : 1 કપ
  • કાજુ  : 1 કપ
  • ખસખસ : 1 ચમચી
    ક્રીમ : 1 કપ
  • માખણની મલાઈ : 1 કપ
  • તરબૂચના બીજ :  1 ચમચી

રીત : હવે એક બાવુલમાં પનીર, કાજુ, ખસખસ, ક્રીમ, માખણની મલાઈ અને તરબૂચના બીજ ભેળવી લ્યો, ત્યાર બાદ પેસ્ટ તૈયાર કરી ધીમી આચે ગરમ કરી , તૈયાર આપની પનીર અફઘાની, જેને તંદૂર સાથે પીરસો।

4 પનીર ખીર

  • સામગ્રી :
  • દૂધ ૧ લીટર
    પનીર ૧૦૦ ગ્રામ
    ખાંડ ૧૫૦ ગ્રામ
    કાજુ, પિસ્તા અને બદામની કતરણ
    કેસરના વાળા ૩ થી ૪
    ઇલાયચી પાવડર ૧ ચમચી

રીત : સૌથી પહેલા દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. એક અલગ વાટકીમાં થોડુક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. ત્યાર બાદ દૂધમાં ભીના પનીર નાંખીને તેને ધીમા તાપે ચડવા દો. પનીરને ત્યાર સુધી ચડવા દો જ્યાર સુધી તે દૂધ સાથે ભળી ના જાય. હવે ખાંડ નાંખીને તેને ઉકળવા દો. પાંચ થી સાત ઉભરા આવે એટલે ગેસને બંધ કરી દો. હવે તેની ઉપર કાપેલા સુકા મેવા અને ઇલાયચીનો ભુકો ભભરાવો અને ત્યાર બાદ કેસર પણ ભેળવી દો. હવે આ તૈયાર થયેલી પનીરની ખીરને ગરમ ગરમ પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.