Abtak Media Google News

આજે કાર્ડિયોવાસ્કયુલર રોગ વિશ્ર્વનો નંબર ૧ ઘાતક રોગ ગણાય છે: ડો. અભિષેક રાવલ

વર્લ્ડ હાર્ટ ડે નિમિતે

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવા ઉપરાંત તેના સામાજીક ઉતરદાયિત્વના ભાગ‚પે જુદી જુદી કોલેજોમાં જઈ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ કેળવવા વિવિધ પ્રકારનાં પ્રયાસો કરી રહી છે. તે પ્રકલ્પ હેઠળ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં વર્લ્ડ હાર્ટ ડે નિમિતે આત્મિય ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ માટે હોસ્પિટલના ક્ધસલ્ટીગ એન્ડ ઈન્ટરવેન્સનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. અભિષેક રાવલનો ‘નો યોર હાર્ટ: પ્રિવેન્સન એન્ડ મેનેજમેન્ટ ઓફ હાર્ટ ડીસીઝ’ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો હતો. વર્લ્ડ હાર્ટ ડે નો આ વર્ષનો વિશેષ વિષય ‘માય હાર્ટ, યોર હાર્ટ’ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું આયોજન આત્મીય ઈન્સ્ટીટયુટના ટ્રસ્ટી નલીનભાઈ ઝવેરીના સક્રિય સહયોગથી કરી શકાયું હતુ.

ડો. અભિષેક રાવલે હૃદયન સંરચના અને કાર્યપધ્ધતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજના યુગમાં ધુમ્રપાન, તમાકુ, દા‚ જેવા વ્યસનો, માનસીક તણાવ, બેઠાડુ જીવન અને બિન સમતોલ આહારના કારણ હૃદયરોગ, કેન્સર વિગેરેનું પ્રમાણ વધ્યું છે. યુવાનોએ આવા રોગોથી મુકત રહેવા વ્યસનો અને બેઠાડુ જીવનનો ત્યાગ કરવો અને કસરત, પ્રાણાયામ, સમતોલ આહારને અપનાવવા માટે ડો.અભિષેક રાવલે અપીલ કરી હતી.

ડો. અભિષેક રાવલે જણાવેલ હતુ કે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી વિશ્ર્વભરમાં કાર્ડિયોવાસ્કયુલર રોગોના કારણે મોટી સંખ્યામાં થતા મોત ઘટાડવા માટે થાય છે. આ એક આંતરરાષ્ટ્રીય અભિયાન છે. જેનાથી સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે જેથીતેઓ તેનાથી બચી શકે અને સ્વસ્થ હૃદય સાથે જીવી શકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર કાર્ડિયો વાસ્કયુલર રોગો તમામ વૈશ્ર્વિક મોતમાં ૩૦ ટકા મોતનું કારણ બને છે. આજે કાર્ડિયોવાસ્કયુલર રોગ વિશ્ર્વનો નંબર ૧ ઘાતક રોગ ગણાય છે.

હૃદયરોગના ઈલાજ સંબંધી આધુનિક સારવારની માહિતી આપ્યા બાદ ડો. અભિષેક રાવલે છાત્રો અને સ્ટાફના હૃદય સંબંધી પ્રશ્નોના સરળ અને સંતોષકારક જવાબ આપ્યા હતા. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અપિલ કરેલ હતી કે માત્ર હૃદય જ નહી સમગ્ર સ્વાસ્થ્યની જાળવણી કરવી જો,એ તેનાથી પોતાની જાત, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું હિત થશે.

કાર્યક્રમમાં એમબીએ તથા ફાર્મસીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડો. ઘનશ્યામભાઈ આચાર્ય, ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર પ્રો. દિવ્યાંગ તિવારી, ફાર્મસી ડીપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ ડો.એચ.એમ. ટાંક એમબીએ વિભાગના હેડ અભય રાજા તથા હોસ્પિટલના મનહરભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.