Abtak Media Google News

 

બૌધ્ધીક વ્યાપાર યુધ્ધ વચ્ચે રૂપિયાને પડી રહેલી વિપરીત અસરો ખાળવા આગોત‚ આયોજન જરૂરી.

લાઠી-બાબરા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોદી સરકારની દ્રષ્ટિહીન આર્થિક નીતિઓના કારણે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાને રેકોર્ડબ્રેક ગતિએ તુટતો બચાવવા, મોદી સરકારે અત્યાર સુધીમાં અનેક પ્રયત્નો કર્યો જેમાં મસાલા બોન્ડ ઉપર વિદેશી હોલ્ડીંગ ટેક્ષ દુર કરવો વિદેશી રોકાણકારો માટે ભારતીય બોન્ડ માર્કેટમાં રોકાણ કરવા ઢીલ મુકવી બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત ઉપર નિયંત્રણ તથા ચાલુ ખાતાની ખાદ્યને વધતી અટકાવવા સહિત અનેક ઉપાયોનો સમાવેશ થાય છે.

અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયાને તુટવો બચાવવા મોદી સરકારના એકેય પ્રયત્નો આંતરાષ્ટ્રીય કરન્સી માર્કેટ ઉપર કોઈ અસર થઈ નથી.

ઠુંમરે દેશ-વિદેશના મોટા રોકાણકારોના અભિપ્રાયને ટાંકીને વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે અમેરીકન ડોલર સામે રૂપિયાને ચિંતાજનક હદે નબળો પડતો અટકાવવા જે કોઈ પ્રયાસો કર્યા છે તે પર્યાપ્ત નથી.

વધુમાં જણાવ્યું કે, આજે વૈશ્ર્વિક ધોરણે જે બૌધ્ધિક વ્પાપાર યુધ્ધ ચાલી રહ્યું છે તેની ભારતીય કરન્સી (રૂપીયા) ઉપર પડનારી વિપરીત અસરોને ખાળવા મોદી સરકારે બૌધ્ધિકપણે જે આગોતરૂલ આયોજન કરવું જોઈએ તે દ્રષ્ટિના અભાવે આગોત‚ આયોજન કર્યુ નહીં તે આ દેશની સૌથી મોટી કમનસીબી છે.

મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રનું રેટીંગ સુધારવા અનેક પ્રકારના ધમપછાડા કર્યા છે છતા ભારતીય અર્થતંત્રનું રેટીંગ સુધરવું તો બાજુ પર રહ્યું, ઉલ્ટાનું જે રીતે ભારતીય ‚પિયો દિવસે ને દિવસે વધુ ને વધુ નબળો પડતો જાય છે. તેના કારણે અમેરિકન બેંક ગોલ્ડમેન સેકસે ભારતીય અર્થતંત્રનું રેટીંગ ઘટાડયું છે. તે દેશ માટે  ચિતાજનક બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.