Abtak Media Google News

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલને જ્યારે ભારતના રુસ્તમ-2 ડ્રોન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે રુસ્તમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી.

આ અંગે રૂસ્તમ-2 ને અમેરિકન પ્રિડેટર ડ્રોનની જેમ દૂર સરહદ પર દેખરેખના ઉદેશ્યથી વિકસીત કરવામાં આવ્યું છે. આ ડ્રોનની ખાસ વાત એ છેકે તેનો કોમ્બેટ ઓપરેશનમાં પણ ઉપયોગ કરી શકાય છે. મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે, જો પરંપરાગત અને બીનપરંપરાગત ક્ષેત્રોમાં નિર્માણ અને સેન્ય ક્ષમતાઓના વિસ્તારના સંદર્ભમાં જોવામાં આવે તો ભારત દ્વારા ડ્રોન ટેક્નોલોજી વિકસીત કરવી ખુબ જ ચિંતાજનક બાબત છે. ફૈસલે કહ્યું હતું કે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રિય માનવીય કાયદાઓ તથા જવાબદાર દેશના વ્યવહારના આન્ય સ્થાપિત નિયમોને અનુરૂપ હોવા જોઈએ.

તેમણે કહ્યું કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અને જવાબદાર દેશના વ્યવહાર માટેના અન્ય સ્થાપિત નિયમોની અનુરૂપ હોવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.