Abtak Media Google News

બ્લુ વ્હેલ કીકી ચેલેન્જ અને હવે મોમો ચેલેન્જ બાળકો અને યુવાનોને આત્મહત્યા કરવા પ્રેરે છે

બ્લુવેલ ગેમ અને કીકી ચેલેન્જ બાદ હવે સોશ્યલ મીડીયામાં મોમો ચેલેન્જ ખુબ જ તેજી થી વાયરલ થઇ રહી છે. વોટસઅપ અને ફેસબુક દ્વારા આ ગેમ ફેલાઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોમો જાપાન સાથે જોડાયેલી છે. મોમો ચેલેન્જ  ગેમ માટે જે ભયાનક તસવીર બતાવાય છે તે જાપાની કલાકાર મિદોરી હાયાશી એ બનાવી છે. જો કે હાયાશીનો આ ગેમ સાથે કોઇ નાતો નથી.

આ ચેલેન્જ જોખમ ભર્યુ હોય છે મોમો આ ચેલેન્જ પુર ન થાય તો યુઝર્સને ખુબ જ વધે છે. અને સખત સજા આપવાની ધમકી આપે છે. જેનાથી યુઝર કરીને આદેશ માનવા મજબુર થઇ જાય છે તે મોમાની વાતોમાં ફસાઇને માનસિક રીતે ભાંગી પડે છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. મોમો ચેલેન્જ લેનારમાં સૌથી વધારે બાળકો અને યુવાનો છે.

સાઇબર વિશેષજ્ઞ ના જણાવ્યા પ્રમાણે મોમો ચેલેન્જ ગેમની એક નહી પરંતુ ઘણા ખતરા છે આ ગેમના માઘ્યમથી અપરાધી બાળકો અને યુવાનોને ફસાવે છે પર્સનલ જાણકારી ચોર્યા બાદ તેના પરિવારજનોને બ્લેકમેઇલ કરે છે. અને ખંડણી માંગે છે.

એટલું જ નહી આ પ્રકારની ગેમથી બાળકોને તનાવમાં લાવી આત્મહત્યા કરવા મજબુર પણ
કરે છે.

કેવી રીતે મળે છે ચેલેન્જ

સૌથી પહેલા યુઝરને અનનોન નંબર મળે છે જેને સેવ કરી હાય હેલો કરવાની ચેલેન્જ અપાય છે.

ત્યારબાદ બાદ આ નંબર પર વાત કરવાની ચેલેન્જ અપાય છે.

વધુ આગળ જતા આ નંબર પરથી યુઝરને બિહામણી તસ્વીર અને વીડીયો કલીપ મોકલવામાં આવે છે.

યુઝરને કામ સોંપવામાં આવે છે જે ન કરવા પર તેને ધમકાવવામાં આવે છે ધમકીથી ડરીને યુઝર આત્મહત્યા કરવા પ્રેરાય છે.

ઓસ્કર હોસ્પિટલના ડો. રાજેશ કાકડેએ કહ્યુ કે, વોટસઅપ અને ફેસબુક પર જો બાળકો વધુ સક્રિય રહે છે તો તેના પર નજર રાખો તેને અજાણ્યા નંબર પર વાતો કરતો રોકો, બાળકોની આદતોમાં આવતા બદલાવને પણ નોટીસ કરો તે પોતાનામાં ખોવાયેલો રહે શાંત અને ગુમસુમ બની જાય અચાનક ખાવા પીવાનું છોડી દે તો તુરંતુ મનોચિકિત્સકની મદદ લો

ઉલ્લેખનીય છે કે મોમો ચેલેન્જ પાછળ આરજેન્ટીનામાં એક ૧ર વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી સોશ્યલ મીડીયા પર વાઇરલ થયેલી આ ગેમ બ્લ્યુ વેલની જેમ જીવલેણ સાબીત થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.