Abtak Media Google News

ઈથીલેન ગેસના વપરાશ અંગે સરકારની બેવડી નીતિથી અસમંજસ વેપારીઓ હાઈકોર્ટના શરણે

કેમિકલથી પકવવામાં ફળો સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે. આ પ્રકારના ફળોના વેચાણ સામે સરકાર અને ગુજરાત હાઈકોર્ટે પગલા લેવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે કૃત્રિમ રીતે ફળોને પકવવામાં વપરાતા ઈથીલેન ગેસના ઉપયોગ અંગે હોલસેલર્સ ફ્રુટ મરચન્ટ એસો.એ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે કોર્ટે તંત્રને નોટિસ પણ ફટકારી છે.

સરકાર ઈથીલેન ગેસની આયાતને પરવાનગી આપે છે ઘણા સેન્ટરોમાં ઈથીલેન ગેસથી ફળોને પકવવામાં આવે છે. જો ઈથીલેન ગેસથી ફળ પકવવાના સાધન ખરીદાય તો સરકાર તેની ઉપર સબસીડી પણ આપે છે ! આ ગેસના ઉપયોગ અને વપરાશ મામલે સરકારની પોલીસીમાં ખુબ જ વિસંગતતા જોવા મળી રહી છે.પરિણામે ઘણા વેપારીઓને નુકસાન થયું છે. એપ્રિલમાં હાઈકોર્ટે કાર્બાઈડના ઉપયોગથી કેરી પકવતા વેપારીઓ સામે કડક હાથે કામગીરી કરવા સરકારને હુકમ આપ્યો હતો.

કોર્ટે સ્થાનિક સંસ્થાઓને રેડ પાડયા પહેલા વેપારીઓને ચેતવણી આપવાની ટકોર પણ કરી હતી. કાર્બાઈડ અને ઈથીલેન પકવવામાં આવતા ફળો અંગે ઘણા સમયથી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. અલબત ઈથીલેનનો કેટલા પ્રમાણમાં કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે યોગ્ય ધારાધોરણ ઘડવા જરૂરી છે.

જો સરકાર આ ગેસની આયાતને છુટ આપતી હોય, સબસીડી આપતી હોય તો વેપારીઓ સાથે ઓરમાયુ વર્તન શા માટે? આ મામલે યોગ્ય પોલીસી ઘડવી હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.