Abtak Media Google News

પિરામીડ પબ્લીકેશન દ્વારા પેટ્રીયા સ્યુટસ ખાતે બિઝનેસ ડેવલોપ બાય ડિજીટલ મીડીયા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ સાથે સાથે બીઝનેસના વિકાસ માટે ડિજીટલ મિડીયાનો શું ફાળો હોય શકે એ સંદર્ભનાં ટેકનોલોજી સુ સ્વાગત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમા સુરતના ખ્યાતનામ એકસપર્ટ ભૌતિક શેઠ દ્વારા લોકોને ડિજીટલ મીડીયાના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં આત્મીય ઈનસ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના નલીનભાઈ ઝવેરી, સ્ટલીંગ હોસ્પિટલના કમલ પરીખ, ઓલ ઈન્ડીયા રેડીયોના સલીમ સોમાણી તથા દીકરાનું ઘર ઢોલરના મુકેશ દોશી તથા નાગરીક બેંકના કલ્પકભાઈ મણીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય વકતા ભૌતીક શેઠએ જણાવ્યું હ તુ કે, આજનો કાર્યક્રમ ડિજીટલ માર્કેટીંગને પ્રમોટ કરવાનો તથા ડિજીટલાઈઝેશન દ્વારા બિઝનેશ કઈ રીતે વધારવો તે પર રાખવામાં આવ્યો છે. સોશ્યિલ મીડીયાના ઉપયોગથી નાના બિઝનેસ માટે ઘણી બધી વિપુલ તકો સમાયેલી છે. ગ્લોબાઈઝેશના જમનામાં ટેકનોલોજીનો જો ઉપયોગ હવે લોકો નહી કરે તો કોમ્પીટીશનમાં ટકવુ અધ‚ થઈ જશે.Vlcsnap 2018 07 09 09H28M55S55વધુમાં પિરામીડ પબ્લીકેશન તથા કાર્યક્રમના ઓર્ગેનાઈઝર વિપુલભાઈ પરમારે જણાવ્યું હતુ કે, બિઝનેસ ડેવલોપ બાય ડિજીટલ મીડીયા આ પ્રથમ વાર આ પ્રકારનો સેમીનાર રાજકોટમાં યોજાયો છે. સાથે ટેકનોલોજી સુસ્વાગત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. ડિજીટલ વિશે લોકોને વધુ માહિતી મળે તે માટે ખાસ આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમીનારમાં આશરે ૧૨૫ લોકોએ ભાગ લીધેલ છે. આવનાર દિવસોમાં આ પ્રકારના સેમીનાર મોટાપાયે કરવાનો પણ અમારો વિચાર છે. આ સેમીનારમાં ખાસ વેપારીઓ સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાનો બિઝનેસ તથા સેલ કઈ રીતે વધારી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.